આજ કાલ મોટા ભાગના લોકો ખાવા પીવાના શોખિન હોય છે, ત્યારે આવા સમયે ક્યાંક ક્યાંક વરસાદી સિઝન પણ ચાલી છે. બીજી બાજૂ ઠંડીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આવા સમયે બિમારી આવી શકે છે. વરસાદી સિઝનમાં મોટા ભાગે લોકોને ક્યાંક ચટપટુ ખાવાની ઈચ્છા થતી હોય છે. તેથી આપ પણ ઘરે ગરમાગરમ સૂપ બનાવીને પી શકો છઓ. આ સૂપ હેલ્દી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ છે. આવા સમયે બાળકોથી લઈને સૌ કોઈ તેને સરળતાથી પી લેશે. આવો જાણીએ તેને બનાવાની રેસીપી…
સામગ્રી
- કાળા મરી પાઉડર- 1/2 નાની ચમચી
- ખાંડ- 1/2 ચમચી
- માખણ- 1 મોટી ચમચી
- બ્લેક સોલ્ટ- 1/2 નાની ચમચી
- મીઠુ- સ્વાદ અનુસાર
- પાણી- 2 કપ
ગાર્નિશ માટે
- લીલા ધાણા
- મલાઈ અથવા તાજી ક્રીમ
- બ્રેડ ક્યૂબ્સ- જરૂરિયાત અનુસાર
બનાવાની રીત
, ટામેટાંને ધોઈને મોટા ટુકડા કરી લો.
, એક કડાઈમાં પાણી અને ટામેટાંને મધ્યમ તાપ પર ઉકાળો.
, જ્યારે ટામેટા નરમ થઈ જાય અને પાકી જાય ત્યારે તેને ઠંડા પાણીમાં નાખો.
, હવે ટામેટાને છોલીને પીસી લો.
, પીસેલા ટામેટાને ચાળણી વડે ગાળી લો અને તેના બીજ અલગ કરો.
, હવે પેનમાં જરૂર મુજબ પાણી અને ટામેટાની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર રાંધી લો.
, જ્યારે તે ઉકળે છે, ત્યારે બાકીની સામગ્રી ઉમેરો અને 7-8 મિનિટ માટે પકાવો.
, લો તમારું હેલ્ધી અને ટેસ્ટી ટોમેટો સૂપ તૈયાર છે.
, તેને સર્વિંગ બાઉલમાં મૂકો અને કોથમીર, બ્રેડ ક્યુબ્સ, ક્રીમ અથવા ફ્રેશ ક્રીમથી સજાવી સર્વ કરો.
READ ALSO
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા