GSTV

SBI Services / શું તમે પણ છો એસબીઆઈની પેન્શન સેવાથી પરેશાન? તો અહીં કરો ફરિયાદ અને મેળવો મિનિટોમાં સમાધાન…

Last Updated on September 14, 2021 by Bansari

સ્ટેટ બેંકમાં જો તમારું પેન્શન એકાઉન્ટ હોય તો તે તમારા માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંકે હાલ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પેંશન સંબંધિત અગત્યની વિગતો શેર કરી છે. ટ્વીટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, એસબીઆઈ પોતાની પેન્શન સર્વિસીસમાં એક નવું અપગ્રેડેશન લાવ્યા છે. અહીં લોકો એકસાથે ઘણી સુવિધાઓનો લાભ લઇ શકે છે તો ચાલો આ અંગે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

મળશે આ સુવિધાઓ :

આ નવી પેંશન સેવા અંતર્ગત તમે એરીયર કેલ્ક્યુલેશન શીટ ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય તમે અહીંથી પેન્શન સ્લિપ અથવા ફોર્મ 16 ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત તમે પેન્શન પ્રોફાઇલ વિશે પણ માહિતી મેળવી શકશો. તમે રોકાણને લગતી માહિતી પણ મેળવી શકશો. તમે તમારી વર્તમાન સ્થિતિ અંગે પણ માહિતી મેળવી શકો છો. આ સિવાય તમને ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી પણ મળી રહેશે. પેંશન સાથે જોડાયેલી કોઈપણ સેવાનો લાભ લેવા માટે તમે વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.

પેન્શન

વેબસાઇટ પર આ સેવાઓ પણ રહેશે ઉપલબ્ધ :

આ સેવા અંતર્ગત તમને પેન્શન ચુકવણીની વિગતો સાથે મોબાઇલ ફોન પર એસએમએસ એલર્ટ પણ મળતા રહેશે. ઇ-મેઇલ અથવા પેન્શન ચૂકવણી શાખા મારફતે તમે પેન્શન સ્લિપ મેળવી શકશો. બેંક શાખામાં જીવન પ્રમાણની સુવિધા મળશે. આ સિવાય એસબીઆઈની કોઈપણ શાખામાં લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા પણ તમને મળી રહેશે.

એસએમએસ નિવારણ ફરિયાદ :

આ સુવિધાઓ મળવા છતાંપણ જો કોઈ ગ્રાહકને પેન્શન સેવાને લગતી કોઈ ફરિયાદ હોય તો તે એસએમએસ દ્વારા તેનું નિરાકરણ મેળવી શકે છે. જો કોઈ ગ્રાહકને લોગ-ઇન કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તે [email protected] ઇ-મેઇલ કરી શકો છો. આ માટે ગ્રાહકે જે સમસ્યા થઇ રહી છે તેનો સ્ક્રીનશોટ પણ મોકલવો પડશે. જો ગ્રાહક પેન્શન સેવાથી નાખુશ હોય અથવા પેન્શન ચૂકવવામાં કોઈ મુશ્કેલી પડી રહી હોય તો તે 8008202020 પર નાખુશ લખીને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી સંદેશો મોકલી શકે છે.

કસ્ટમર કેર સુવિધા :

જો ગ્રાહક ઇચ્છે તો કસ્ટમર કેર સેવાનો પણ લાભ લઈ શકે છે. આ સેવા તમામ ગ્રાહકો માટે ૨૪ કલાક અને સાતેય દિવસ ચાલુ છે. આ માટે ગ્રાહકે 18004253800 કે 180000112211 પર કોલ કરવો પડશે. કસ્ટમર કેર કર્મચારીએ તેની સમસ્યાઓ જણાવવી પડશે. તે તમારી જણાવેલ ફરિયાદ દાખલ કરશે અને તેનો મેસેજ તમારા મોબાઇલ ફોન પર આવશે. આ જ રીતે જો ગ્રાહકો ઇચ્છે તો [email protected]/[email protected] વેબસાઇટની મુલાકાત લઈને સત્તાવાર આ વેબસાઇટ પર તેમની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદોના આધારે પેન્શન સંબંધિત ફરિયાદોનો સરળતાથી નિકાલ કરવામાં આવશે.

પેન્શન

કેવી રીતે મેળવવી પેન્શનની રસીદ ?

પેન્શન સેવા સાથે સંકળાયેલી પેન્શન સ્લિપ સુવિધા ખુબ જ મહત્વપૂર્ણ છે કારણકે, ગ્રાહકો તેને લેવાનું ક્યારેય પણ ભૂલતા નથી. આ સ્લિપ જણાવે છે કે, તેના બચત અથવા ચાલુ ખાતામાં પેન્શનના કેટલા પૈસા જમા થાય છે? જો આ સ્લિપમાં કોઈ સમસ્યા હોય તો તે અંગે ફરિયાદ કરીને ફરી સુધારા-વધારા વળી સ્લીપ મેળવી શકાય છે.

આ સુવિધા ઇન્ટરનેટ બેંકિંગથી પણ એક્સેસ કરી શકાય છે. ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને પેન્શન સ્લિપ લેવા માટે યુઝરનેમ અને પાસવર્ડની જરૂરપડશે. તમારે તમારા બચત અથવા ચાલુ ખાતામાં જેમાં પેન્શન આવે છે તેને યુઝરનેમ સાથે મેપ કરવું પડશે. આ પ્રક્રિયા કર્યા બાદ વર્તમાન વર્ષને વીતેલા વર્ષની રસીદ સરળતાથી મેળવી શકો છો.

Read Also

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / શું તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક..? તો આજે જ બનો આ E-Auctionનો ભાગ અને મેળવો પીએમ ને મળેલી ભેંટ ખરીદવાની તક…

Zainul Ansari

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય અવગણવા ન જોઈએ આ 5 લક્ષણો, મોટી સમસ્યાની છે નિશાની

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!