GSTV
Home » News » કુલી નંબર 1ની રિમેક પર લીડ રોલના કાસ્ટિંગને લઈ ધવન અને વાસુ વચ્ચે થયો ઝઘડો, વાત પર ડેવિડ ધવનનું હતું આ રિએક્શન

કુલી નંબર 1ની રિમેક પર લીડ રોલના કાસ્ટિંગને લઈ ધવન અને વાસુ વચ્ચે થયો ઝઘડો, વાત પર ડેવિડ ધવનનું હતું આ રિએક્શન

ફિલ્મ મેકર ડેવિડ ધવન કુલી નંબર વનની રિમેક બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં જોવા મળશે. વાસુ ભગનાની તેને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે ફિલ્મમાં લીડ રોલના કાસ્ટિંગને લઈ ડેવિડ અને વાસુને લઈ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો છે.

વાસુની ઈચ્છા હતી કે વરુણની જગ્યાએ તેના દીકરા જેકીને લીડ રોલ મળે. જોકે એક ઈન્ટરવ્યૂમાં ડેવિડ ધવને આ વાતને અફવાનું નામ આપ્યું છે. એક રિપોર્ટમાં ડેવિડ ધવને કહ્યું હતું કે અમારા વચ્ચે કોઈ પ્રકારનો ઝધડો નથી થયો. વાસુ અને હું બંને એકબીજાને 25થી પણ વધુ વર્ષોથી ઓળખીયે છીએ.

અમે બંને હંમેશાં સાથે રહીએ છીએ. વાસુ અને ડેવિડ 1995માં કુલી નંબર 1થી સાથે છે. પછી હીરો નંબર 1, બડે મિયા છોટા મિયા અને બીવી નંબર 1 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. કુલી નંબર 1ના રિમેકમાં વરુણ ધવન, સારા અલી ખાન, ગોવિંદા અને કરિશ્મા કપૂર જોવા મળશે. વરુણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 1995ની બ્લોકબસ્ટર ફિલ્મના દરેક સીનનું રિમેક નહીં હોય.

જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આઈડિયાની સાથે સાથે સર સામાન પણ હોવા જરૂરી છે, પરંતુ ફિલ્મ આખી અલગ છે. આ રિમેક નથી, એક અડેપ્શન છે. ખાલી ટાઈટલ એ રાખવામાં આવ્યું છે. સારા અને વરુણ ઓગસ્ટમાં કુલી નંબર 1 રીબૂટનું પહેલું શેડ્યુલ શરૂ કરશે. ત્યાર બાદ ગોવામાં શૂટિંગ કરશે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

Read Also

Related posts

સિંગતેલના ભાવમાં ભડકો, ખાદ્યતેલના ભાવ વધવાના આ છે કારણો

Mayur

એરટેલના આ ગ્રાહકોને મળી રહ્યું છે રૂપિયા 1,000 નું ડિસ્કાઉન્ટ, ઓફર માત્ર આજ માટે જ

NIsha Patel

15 લાખથી 34 લાખ રૂપિયા મળશે પગાર, આ કંપનીને ભારતમાં જરૂર છે સ્માર્ટ યુવાનોની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!