GSTV
Home » News » આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક તરીકે થાય છે ઉલ્લેખ, જાણો તેનાં ગુણકારી ફાયદા

આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક તરીકે થાય છે ઉલ્લેખ, જાણો તેનાં ગુણકારી ફાયદા

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે.

ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ઐષધિનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ – બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે.

તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.

સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ  હિતાવહ છે.કફ  છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફહોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસીસારુ કામ કરે છે. અરડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે.ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે.

અરડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિઃસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફધ્ન, જવરધ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે. અરડૂસી નો ઉપયોગ : ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અરડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો. અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર,  ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!