GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

અર્ચના પૂરન સિંહે આ એક્ટરની સાથે કિસ કરવાની પાડી હતી ના, કારણ જાણીને આંખો રહી જશે ખુલ્લી

કપિલ શર્માના શોમાં પહેલી વાર અનુપમ ખેર અને ઈશા ગુપ્તા પહોંચ્યા હતા. અનુપમ અને ઈશાની આવનારી ફિલ્મ વન ડે- જસ્ટિવ ડિલિવર છે. ફિલ્મના પ્રમોશન માટે તેમણે કપિલ શર્મા શોને પસંદ કર્યો હતો. એ દરમિયાન અનુપમે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની બધી વાતો કરી હતી.

ત્યારે અર્ચના પૂરન સિંહે પણ અનુપમ ખેર સાથેનો એક કિસ્સો શેર કર્યો હતો. બંને એ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કુછ કુછ હોતા હૈ તેમાંની એક ફિલ્મ છે. અર્ચના એ જણાવ્યું કે એક ફિલ્મના સીનમાં તેણે અનુપમને કિસ કરવાની હતી, પરંતુ તે સીન કરતાં તે ઘણી નર્વસ થઈ ગઈ હતી અને તેણે કિસ કરવાની ના પાડી દીધી હતી.

અર્ચના કહે છે કે, તે અને અનુપમ ખેર લડાઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે દીપક શિવદાસાનીએ મારી અને અનુપમ વચ્ચે એક કિસિંગ સીન પ્લાન કર્યો હતો. મને આ વાતની જાણ થઈ તો હું થોડી નર્વસ થઈ ગઈ હતી. મૈં કયારેય ઓન સ્ક્રીન કિસ નહોતી કરી. મૈં દીપકને આ વાતની જાણ કરી અને કહ્યું કે કદાચ આ સીન હું નહીં કરી શકું.

જોકે મને ત્યાર સુધી ખબર નહોતી કે દીપકે ફિલ્મમાંથી આ સીન હટાવી દીધો હતો. ત્યારે મૈં અનુપમ સાથે વાત કરી અને કહ્યું કે શું તે પત્ની કિરણ ખેરથી ડરી ગયા તો તેમણે જવાબમાં કહ્યું કે, મને કિરણથી ડર નથી લાગતો…પરંતુ મને લાગ્યું કે તમારા માટે આ અધરું બની રહેશે. માટે દિપકને કહ્યું કે, ફિલ્મમાંથી આ સીન હટાવી લો.

કપિલ શર્મા પિતા બનવા જઈ રહ્યો છે તે વાત પર અનુપમે તેને સવાલ પૂછ્યો હતો. અને કપિલ શર્મા શરમાઈ ગયો હતો. તેણે ખાલી એટલું જ કહ્યું કે તમારા બધાના આર્શીવાદ મને જોઈએ છે. કપિલ શર્મા શોની ટીઆરપી ઘટી રહી છે. અને સલમાન તેમજ કેટરિના આ શોમાં આવી તેના કારણે કપિલ શર્માને ફાયદો થયો હતો.

Read Also

Related posts

અલાદીન ફેમ એક્ટ્રેસ અવનીત કૌરએ છોડ્યો શૉ, ફેન્સ માટે લખ્યો અત્યંત ભાવુક પત્ર

pratik shah

ઈશ્કબાઝની આ એક્ટ્રેસને આવ્યો કોરોના પોઝીટીવ, સુંઘવાની શક્તિ થઈ રહી હતી ઓછી

Mansi Patel

બોલ્ડ કપડા પર યુઝરે કરી વાહિયાત કમેન્ટ, એક્ટ્રેસે આપ્યો ખતરનાક જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!