GSTV
Home » News » તો શું 2100 વર્ષ પહેલા પણ હતો મોબાઈલ, મહિલાના હાડપિંજર સાથે મળ્યો

તો શું 2100 વર્ષ પહેલા પણ હતો મોબાઈલ, મહિલાના હાડપિંજર સાથે મળ્યો

જો તમને કહેવામાં આવે કે 2100 વર્ષ પહેલા પણ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા હતા તો તમે કદાચ વિશ્વાસ નહી કરો. રશિયાના તુવામાં પુરાતત્વવિદોના એક સમૂહે એક 2137 વર્ષ જુના હાડપિંજરની શોધખોળ કરી છે અને ખાસ વાત એ છે કે આ હાડપીંજર સાથે ટેબલેટ જેવી એક વસ્તુ મળી છે. જો કે આ એપલનું આઈપેડ નથી પરંતુ તેની સાઈઝ અને આકાર આઈફોન જેવી છે.

2137 year old iphone

મળતી માહીતી પ્રમાણે આ શોધ નતાશા નામની એક પ્રાચીન ફેશનિસ્ટાની કબર પરથી કરવામાં આવી હતી. ભુસ્તર શાસ્ત્રીનું માનવુ છે કે આ હાડપિંજર ત્રીજી શતાબ્દી ઈસા પૂર્વ દરમિયાન પ્રાચિન મંગોલિયામાં જિઓનાગ્નૂ કાળ દરમિયાનનું છે. જણાવી દઈએ કે હાડપિંજર મહિલાનું છે.

2137 year old iphone

મહિલાના હાડપિંજરની સાથે મળેલી વસ્તુ જોવામાં સ્માર્ટફોન જેવી છે પરંતુ વાસ્તવમાં તે એક પત્થરનો ટુંકડો છે જેમાં ઘણાબધા કીમતી પત્થરો જડેલા છે. તેની ઓળખાણ ફિરોજા, કારેલિયન અને મોતીના રૂપે થઈ છે. એવામાં આ પત્થર આઈફોન કરતા પણ મોંધો છે.

2137 year old iphone

જાણકારોનું કહેવુ છે કે મહિલા ચોક્કસ એક એવા બેલ્ટનો ઉપયોગ કરતી હશે જેમાં કેટલાંય પ્રકારના કીમતી પત્થરો જડેલા છે. હકિકતે હાડપિંજર સાથે મળેલો આ પત્થરનો ટુંકડો બેલ્ટની નકલની જેમ છે.

2137 year old iphone

આ હાડપીંજરને અલા-ટી નેક્રોપોલિસથી ખોદવામાં આવ્યો હતો જે રૂસી ગણરાજ્ય તુવામાં એક વિશળ તળાવમાં હતો જેને બવે સયાન સાગરના રૂપે જાણવામાં આવે છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva

VIDEO : મોટેરા સ્ટેડિયમમાં ચાલતી તૈયારીનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે

Nilesh Jethva

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!