GSTV
Home » News » ArcelorMittal સોમવાર સુધી Essar Steel માટે ચુકવશે 42,000 કરોડ, SBIને મળશે 12,161 કરોડ

ArcelorMittal સોમવાર સુધી Essar Steel માટે ચુકવશે 42,000 કરોડ, SBIને મળશે 12,161 કરોડ

ભારતીય નાદારી કાયદાના સૌથી મોટા કેસ એસ્સાર સ્ટીલ માટે સ્ટીલ ટાઈકુન આર્સેલર મિત્તલે સૌથી ઉંચી બોલી લગાવી હતી. 42,000 કરોડમાં એસ્સાર સમૂહની યશકલગીને ખરીદવાના સોદાના પૈસા બેંકોને આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મોડી સાંજે આવેલ એક અહેવાલે બેંકો માટે દિવાળી બાદ પણ દિવાળીના દિવસ આવ્યા છે. ગત મહિને એલ એન મિત્તલને એસ્સાર સ્ટીલના અધિગ્રહણ માટે સુપ્રિમ કોર્ટની મંજૂરી બાદ ગઈકાલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પૈસા ટ્રાન્ફર કર્યા છે.

બેંકિંગ સૂત્રોએ આપેલ માહિતી અનુસાર લેણૅદારો બેંકોના સમૂહના વડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આર્સેલર મિત્તલ દ્વારા ચૂકવણી શરૂ થઈ ગઈ છે અને એકાદ દિવસમાં તે ચૂકવણી પૂર્ણ પણ થશે. મહત્તમ સોમવારે બપોર સુધીમાં સંપૂર્ણ ચૂકવણી પૂર્ણ થશે અને બેંકોના ખાતામાં પૈસા આપવામાં આવશે. આ અંગે આર્સેલર મિત્તલ અને તેમની કંપની અને SBI જવાબ આપવાનું ટાળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે ભારતના બેંકરપ્સી કોડ,2016 હેઠળનો આ સૌથી મોટો કેસ છે અને ચૂકવણીની રકમ પણ સૌથી મોટી છે.

એસ્સાર સ્ટીલ પાસેથી કોના કેટલાં લેણા બાકી ?

એસ્સાર સ્ટીલ પાસેથી SBIના રૂ 13131 કરોડ, એડલવિસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના રૂ. 8266 કરોડ, કેનેરા બેન્કના રૂ. 3798 કરોડ અને પંજાબ નેશનલ બેન્કના રૂ. 2913 કરોડ લેવાના નીકળે છે. તો IDBI બેન્કના રૂ.2481 કરોડ, ICICI બેન્કના રૂ. 2294 કરોડ, યુનયિન બેન્ક, કોર્પોરેશન બેન્ક અને સિન્ડિકેટ બેન્ક આ ત્રણેયના હજાર-હજાર કરોડ રૂપિયાના લેણા બાકી છે.

કોને કેટલા પૈસા મળશે ?

ક્રેડિટર્સ કમિટી તરફથી પરત ચૂકવણીની મંજૂરીની વાત છે તો એસ્સાર સ્ટીલમાં સૌથી વધારે એક્સપોઝર ધરાવતી SBIને સૌથી વધુ રૂ. 12161 કરોડ પરત મળવાની આશા છે. ત્યારબાદ કેનેરા બેન્કને રૂ. 3493 કરોડ, IDBI બેન્કને રૂ. 2282 કરોડ, એડલવિસ ARCને રૂ. 7600 કરોડ, PNBને રૂ.2700 કરોડ જ્યારે અંતિમ પ્રસ્તાવના આધારે ડ્યુશ બેન્કને રૂ. 2603 કરોડની રકમ પરત મળવાની આશા છે.

ગુજરાત સરકારે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે એસ્સાર સ્ટીલ પાસેથી રૂ. 8242 કરોડની જંગી રકમ લેવાની બાકી નીકળે છે. ઓપરેશનલ ક્રેડિટર્સની યાદી પર નજર કરીએ તો ગુજરાત સરકાર કે સરકારની માલિકીની કંપનીઓએ એસ્સાર પાસેથી 8242 કરોડ લેવાના બાકી નીકળે છે.

લેણદારો બાકીનીકળતી રકમ
દક્ષિણ ગુજરાત વિજ કંપની6802 કરોડ
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન(GETCO‌)896 કરોડ
સેલ્સ ટેક્સ544 કરોડ
કુલ રકમ8442 કરોડ

READ ALSO

Related posts

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!