ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી જેલમાંથી બહાર નીકળવાના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે. આગામી 15 તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. જેમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાંની જાહેરાત થશે. આપમાં જોડાયા બાદ તેઓ વિસનગરમાં ચૂંટણી લડશે અને તેઓ ઋષિકેષ પટેલની સામે ટકરાશે. ગુજરાત ચુંટણીમાં અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જાહેરાત કરી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. આમ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વિપુલ ચૌધરી AAPની ટિકિટ પર વિસનગરથી ચૂંટણી લડશે. અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.

જોકે સત્તાવાર રીતે AAP પાર્ટીએ જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે વિસનગરમાંઠાકોર અને ચૌધરી મતો પણ નિર્ણાયક માનવામાં આવે છે. ઠાકોર અને ચૌધરી મતો પર જે ઉમેદવાર પ્રભુત્વ ધરાવનાર હોય તેની જીતવાની સંભાવના 100 ટકા પ્રમાણે વધી જાય છે,
અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી

ગુજરાત ચુંટણીમાં અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જાહેરાત કરી હતી. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. આમ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વિપુલ ચૌધરી AAPની ટિકિટે વિસનગરથી ચૂંટણી લડશે.

અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી