GSTV

Aryan Khan Bail: આ છે વકીલોની એ ટીમ જેમણે આર્યનને ધરપકડના 25 દિવસ પછી અપાવ્યા જામીન

Last Updated on October 29, 2021 by pratik shah

દેશના બહુ ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આખરે આર્યન ખાનને 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. આર્યનની જામીન અરજી નીચલી કોર્ટમાં સતત નામંજૂર થઈ રહી હતી. પરંતુ જ્યારે મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો તો શાહરૂખ ખાને પણ મુકુલ રોહતગી કરતા મોટા વકીલની સેવાઓ લીધી. સતીશ માનશિંદે પહેલાથી જ કેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

સતીશ માનશિંદે અને તેમની ટીમ સાથે શાહરૂખ

આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખના ચહેરા પર પણ સંતોષની લાગણી જોવા મળી હતી. જામીન મળ્યા બાદ શાહરૂખ પહેલીવાર સતીશ માનશિંદે અને તેની લીગલ ટીમ સાથે નજરે આવ્યો હતો. આમાં માનશિંદેનો પરિવાર પણ સામેલ હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે શાહરૂખ સતત આ ટીમની સાથે હતો અને પુત્ર આર્યનને જામીન અપાવવા માટે સંપૂર્ણ રીતે સક્રિય હતો.

બીજી તરફ સતીશ માનશિદેએ આને સત્યની જીત ગણાવી હતી. તેમણે ટ્વિટ કર્યું કે આર્યનખાનને આખરે બોમ્બે હાઈ કોર્ટમાઁથી જામીન મળી ગઈ છે, બીજી ઓક્ટોમ્બરના રોજ ધરપકડ થયા પછી જ આર્યનની પાસે કોઈ ડ્રગ્સ નથી, કોઈ સબૂતનથી, કોઈ સેવન નથી, કોઈ ષડયંત્ર નથી, સત્યમેવ જયતે

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!