GSTV
Trending Videos Viral Videos

મેઘ તાંડવ/ ધોધમાર વરસાદમાં ફસાયેલા વિદ્યાર્થીઓને JCB વડે બચાવાયા, Videoમાં જુઓ ધસમતા પ્રવાહમાં તણાઇ બાઇ

વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગઈકાલે શુક્રવારે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યાં હતાં તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયાં હતાં. વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને પગલે કેટલાક વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા.

વરસાદ

જેમને જેસીબીની મદદથી સામે કાંઠે લઈ જવાયા હતા. તો સજાપુરમાં એક બાઈક વરસાદી પાણીના ભારે પ્રવાહમાં તણાઈ રહી હતી.

લાલપુર ગામે નદી પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા

અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે પાણી પાણી થઇ ગયો હતો, જેને કારણે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા અસમર્થ હતા, જેથી જેસીબીની મદદથી તમામ શાળાનાં બાળકોને અંધકારમાં સામેના કાંઠે પહોંચાડી રેસ્ક્યૂ કરાયું હતું. ઉપરાંત જિલ્લાના ટીંટીસર ગામમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ખેતરો પાણીથી ભરાઈ ગયાં હતાં. ઉપરાંત ગામની મધ્યમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં.

બાઇક પાણીના પ્રવાહમાં તણાઈ

આ ઉપરાંત સજાપુરમાં એક બાઇક પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ કેટલાક યુવકોએ એ તણાતી બાઇકને પ્લાસ્ટિકનું દોરડું બાંધી પાણીના સામા પ્રવાહે ખેંચી હતી. જેના કારણે એને બચાવી લેવાઈ હતી. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલ ભારે વરસાદને કારણે બાઈકના રેસ્ક્યૂનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.

ધોધમાર વરસાદ વરસતા પાકમાં મોટું નુકશાન

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં વીતી કાલે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં ૩ થી ૬ ઇંચ વરસાદ વરસતા પાકમાં મોટું નુકશાન થયું છે. તાલુકાના સજાપૂર, ટિંટીસર, ગોખરવા, લાલપુર,સરડોઈમાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા હતા. આ વિસ્તારના ૧૦૦ વીઘા જમીન વિસ્તારમાં લહેરાતો લીલો પાક ઉજ્જડ બની ગયો છે. સજાપુર ગામની સીમમાં આવેલા ખેતરોમાં રોડ સાઈડનો પાળો ધોવાતાં ખેતરમાં એરંડાના પાકને મોટું નુકશાન થયું છે. ખેતરમાં હવે પાકની જગ્યાએ કોંક્રિટ અને માટી ફરી વળી હતી. મકાઈ,મગફળીમાં પાણી ભરાવાના કારણે પાક કોહવાઈ ગયો છે. ત્યારે સ્થાનિક પંચાયતો દ્વારા સર્વેની માંગણી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda
GSTV