રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે, શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતા વાહનોની બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવે છે.

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી અટકાવવા જિલ્લાની 6થી વધુ ચેકપોસ્ટ પર કડક તલાશી ચાલી રહી છે, 1 ડીવાયએસપી, 7 પીઆઇ સહિત 100 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમજ અરવલ્લી જિલ્લામાં આંતરિક રસ્તાઓ પર પણ ચેક પોઇન્ટ બનાવાયા છે.
અનેક ખાટામીઠા સંભારણા, સારા-નરસા અનુભવોની ભેંટ આપ્યા બાદ હવે વર્ષ ૨૦૨૨ના વિદાયનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ગયું છે. આજે વર્ષનો અંતિમ દિવસ છે. વર્ષ ૨૦૨૨ને વિદાય આપવા અને વર્ષ ૨૦૨૩ને આવકારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી કોરાનાના વધતા કેસને પગલે ૩૧ ડિસેમ્બરના પાર્ટીનું આયોજન શક્ય બન્યું નહોતું. પરંતુ આ વખતે કોરોનાના કેસ સાધારણ હોવાથી કોઇ નિયંત્રણ વિના ૩૧ ડિસેમ્બરની ઉજવણી થઇ શકશે.
READ ALSO
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ