અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ સાથે પીઆઈની ગેરવર્તણૂંકને લઈ કાર્યવાહી કરાઈ છે. પોલીસવડા સંજય ખરાતે પીઆઇ બી.કે ભરાઈની તાત્કાલિક અસરથી બદલીના આદેશ કર્યા છે. પીઆઈની ટાઉન પોલીસ મથકની ફરજ પરથી હટાવી હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સર્વોદય નગર વિસ્તારમાં યુવતીની છેડતીની ફરિયાદ કરવા ગયેલા લોકો સાથે પીઆઈ સહિતના પોલીસકર્મીઓએ ગેરવર્તણૂક કરી હતી. જેને લઈ રેન્જ આઈજી અભય ચુડાસમાએ સત્યતા ચકાસવા તપાસના આદેશ આપ્યા હતા.

મોડાસા ડમ્પિંગ સાઈટનો વિવાદ વકર્યો
અરવલ્લીના મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈટની જમીનનો વિવાદ વધુ વકર્યો છે. મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ મહાદેવગામ-બાકરોલ વિસ્તારમાં મંજૂર કરાઈ છે. ત્યારે આજુ બાજુના 10 ગામના લોકો દ્વારા ડમ્પિંગસાઈટનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બાકરોલના સ્થાનિકોએ ડમ્પિંગ પ્લાન્ટની જમીન બીજે નહી ખસેડાય તો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
READ ALSO
- સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી
- આ ગામના બધા ઘરના દરવાજા લીલા છે, દરેકને આ વિચિત્ર નિયમનું પાલન કરવું પડે છે, પરિવર્તનને સ્વીકારતા નથી અહીંના લોકો
- અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા
- તેલંગાણા / રેવંત રેડ્ડીએ સીએમ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ