ગુજરાતમાં સિંચાઇના ઇજનેરોએ કમાલ કરી દીધી છે. સિંચાઇની કેનાલના પાણી ખેડૂતોને આપવા માટે ફાઇલમાં કેનાલ ચિતરી નાંખતાં ખેડૂતોને પાણી નહીં પણ કાગળ જોવા મળ્યાં છે. એક કરોડ રૂપિયાનો ખર્ચ ઉધરાઇ ગયો છતાં કેનાલ ગાયબ છે. કેનાલનું પાણી જળાશયમાંથી બહાર નિકળી શક્યું નથી.

ઉત્તર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. મેઘરજ તાલુકામાં 1992માં ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ આપવા માટે 265 એકર જમીન સંપાદિત કરીને સીમલેટી નાની સિંચાઇ યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું સિંચાઇ વિભાગે વિવિધ ગામોની જમીન સંપાદિત કરી સીમલેટી ગામના તળાવ પર 16 લાખના ખર્ચે જળાશય બનાવવામાં આવ્યું હતું અને તેને સંલગ્ન કેનાલ બનાવવાની થતી હતી.
આ જળાશય પછી કેનાલના કામો માટે એક કરોડ રૂપિયા મંજૂર કરાવીને તેનો ખર્ચ ઉધારી દેવામાં આવ્યો હતો પરંતુ 30 વર્ષ પછી પણ કેનાલના ઠેકાણાં જોવા મળતા નથી. રાજ્યના સિંચાઇ મંત્રીને આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે. આ કેનાલ અંગે ગામના સંરપંચ કહે છે કે કેટલાક અધિકારીઓ અને તકવાદી સ્થાનિક નેતાઓએ મિલીભગત કરીને કેનાલ થવા દીધી નથી અને રૂપિયા ખાઇ ગયા છે.

સિંચાઇ મંત્રીને રજૂઆત કરતાં આગેવાનોનું કહેવું છે કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો હાલ સિંચાઇના પાણી મળી રહ્યાં નથી. આ કેનાલનું કામ ફરીથી શરૂ થાય તો 15 ગામોના ખેડૂતોની જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બની શકે તેમ છે, કેમ કે દર ચોમાસે આ જળાશય પાણીથી છલકાય છે પરંતુ કેનાલના અભાવે તેનું પાણી ખેડૂતો વાપરી શકતા નથી.
READ ALSO
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ