અરવલ્લીના મેશ્વો ડેમમાંથી મોડાસા પંથકના ખેડૂતોને બે રાઉન્ડ પાણી આપ્યા પછી ત્રીજા રાઉન્ડના પાણી માટે જગનતો તાત પાણી માટે પોકાર કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદે રડાવ્યા છે. રવિ પાકના વાવેતર માટે મોંઘાદાટ બિયારણે ખેડૂતોની બજેટ ખોરવ્યું. હવે અધિકારીઓ પાણી માટે રડાવી રહ્યા છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

વાત છે મોડાસા તાલુકાના ભવાનીપુરા, રસુલપુર સહિત લીંભાઈ કંપા પંથકની જ્યાં, ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે. રવિ સિઝનમાં હવે સિંચાઈ વિભાગે સમારકામ શરૂ કરી દેતા, ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. મેશ્વો જળાશયમાંથી છોડવામાં આવતું પાણી ખેડૂતો માટે આશીર્વાદસમાન હોય છે.


આ માટે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પાણી છોડાતા મેશ્વો કેનાલ વિસ્તારની ૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો સીધો ફાયદો થયો હતો. બે રાઉન્ડ પાણી અપાયા બાદ ત્રીજા રાઉન્ડમાં પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે આ કેનાલના પાણીથી દોઢસોથી વધારે ગામના છ હજારથી વધારે ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

અહીં પાણી છોડવાને બદલે અચાનક કેનાલનું સમારકામ શરૂ કરી દેવાતા,, બટાકા અને ઘઉંના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખેડૂતોએ આ વર્ષે બટાકાનું બિયારણ બમણો ભાવ આપી ખરીદ્યું છે. પણ સિંચાઈના પાણીએ તેમની ચિંતા વધારી છે. ખેડૂતોનો રોષ જોઇ અધિકારીઓ કેનાલ ખાતે પહોંચ્યા હતા.
અને કર્મચારીઓએ ખેડૂતોના સવાલોના જવાબો આપવા ભારે પડી ગયા હતા,, આખરે બે થી ત્રણ દિવસમાં પાણી આપવાની મૌખિક વાત સિંચાઈ વિભાગના અધિકારીએ કરી છે..ત્યારે ત્રીજા રાઉન્ડમાં પાણી ક્યારે છોડાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રોડ અકસ્માતમાં સંતાનને ગુમાવનારા માતા-પિતાને વળતરનો અધિકાર- દિલ્હી હાઈકોર્ટ
- ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા
- અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે
- સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ
- અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા