GSTV
Home » News » અરવલ્લી: કેરી પકવવા માટે વેપારીઓએ અપનાવ્યો આ માર્ગ

અરવલ્લી: કેરી પકવવા માટે વેપારીઓએ અપનાવ્યો આ માર્ગ

વેપારીઓ કેરીને જલ્દીથી પકવવા કાર્બાઈડ જેવા કેમિકલ પાઉડરનો ઉપયોગ કરે છે. આરોગ્ય વિભાગ દરોડા પાડીને કાર્બાઈડની પડીકીઓ જપ્ત કરીને કેરીના જથ્થાનો નાશ કરે છે. ત્યાર વેપારીઓએ બીજો રસ્તો શોધી કાઢ્યો છે. કેરી પર લીક્વીડ કેમીકલ છાંટીને પકવવાનો નુસ્ખો અપનાવ્યો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં બજારનો આ નજારો છે. જે કેમેરામાં કેદ થયો છે. કેરીમાં ઈથીલીન નામના કેમિકલનું દ્રવ્ય છાંટી કેરી પકવવાનો પર્દાફાશ થયો છે. કેરી પર આવું લિક્વીડ કેમીકલ છાંટી દેવાય છે. આરોગ્ય વિભાગ દરોડા પાડીને કાર્બાઈડની પડીકીઓ ઝડપે છે ત્યારે હવે લિક્વીડ કેમિકલ છાંટેલી કેરીઓ શોધવી મુશ્કેલ બની જાય છે. કાર્બાઈડની પડીકીઓ પકડાય છે પણ કેરી પર કેમિકલ દ્રવ્ય છાંટ્યું હોય તેની જલ્દી ખબર પડતી નથી. કેરીના જથ્થાબંધ વેપારીઓની ઝેર આંકતી કરતૂત સામે સવાલો ઉઠ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. તો ખુલ્લેઆમ કેરીઓ પર ઈથીલીન કેમિકલનો છંટકાવ ફ્રુડ એન્ડ દ્રગ અને સ્થાનિક વહીવટી તંત્રની મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Related posts

મધુભાઈ શ્રીવાસ્તવ નારાજ થતાં જાણો મંત્રી કૌશિકભાઈએ શું કર્યો ખુલાસો

Mayur

સાળી સાથે સંબંધ બાંધવા બનેવીને ભારે પડી ગયા, કઢંગી હાલતમાં હતો અને…

Bansari

મંત્રી સૌરભ પટેલની મનમાની ને પગલે ઇનામદાર, તો કૌશિક પટેલની આડોડાઈએ મધુ શ્રીવાસ્તવ ભડક્યા, ભાજપમાં ડખા શરૂ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!