ગુજરાત વિધાનસભાની 2022ની પ્રથમ તબક્કાની ચૂંટણીને થોડા કલાકો જ બાકી છે અને પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પુર્ણ થઈ ગયો છે. જો કે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હાલ ચાલી રહ્યો છે. જે બીજા તબક્કાનું 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ કોંગ્રેસના ઉમેદવાર મહેદ્રસિંહ વાઘેલાના સમર્થનમાં અરવલ્લીમાં સભા યોજી હતી. જેમાં ભાજપ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.

અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારના મહેદ્રસિંહ વાઘેલાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા અરવલ્લી જિલ્લાની બાયડ બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી સભા માલપુર અને બાયડના બોરડી ગામે યોજાઈ હતી. ચૂંટણીસભામાં કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લીધી હતી. તેમણે જાહેરસભા સંબોધતા કહ્યું હતું કે હક લેવા માટે આપણે ક્યાંક નબળા પડતા જઈએ છીએ એટલે ભાજપ બેફામ બન્યું છે. ભાજપના નેતાઓ કોંગ્રેસના ગરીબ માણસને દબાવી દેવા ગુડ્ડા ઉભા કરી રહ્યા છે તેવો પણ આક્ષેપ કર્યો હતો.
ખોળો પાથરીને ભીખ માંગુ છું : જગદીશ ઠાકોર
માલપુર ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર મહેદ્રસિંહ વાઘેલાના પ્રચારમાં સભા જગદીશ ઠાકોરે સભા સંબોધતા કહ્યું હતું કે, અમે ક્યાં રાજકારણ શીખ્યા છીએ. અમને સમાજની સેવા શીખવાડી છે અને બધાનું હું રુણ ચૂકવવા આવ્યો છું. ત્યારબાદ ખોડો પાથરી માલપુરના કાર્યકરો પાસે ખોળો પાથરી કહ્યુ કે તમારી પાસે ખોળો પાથર્યો છે એની લાજ રાખજો.

ભાજપ ગુંડા ઉભા કરી કોંગ્રેસને હેરાન કરે છે : જગદીશ ઠાકોર
બાયડ તાલુકા બોરડી ગામે ચૂંટણી સભામા જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ વિરુદ્ધ પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘૂંટણિયે પડી ગયું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત જગદિશ ઠાકોરે પોતાની ગરીબીમાં વીતેલા નાનપણ યાદ કરીને ભાવુક થયા હતા. અને આ ચુંટણીમાં કોંગ્રેસને જીતાડી 27 વર્ષની રીસ કાઢી નાખવા મતદારોને અનુરોધ કર્યો હતો.