ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આવતીકાલે 5 ડિસેમ્બરે થવાનું છે, એ પહેલા અરવલ્લીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માલપુરના અણિયોર ચોકડી પાસે લોકોએ દારૂ ભેરલી જીપ ઝડપી પાડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સ્થાનિકોએ ત્યાં હાજર અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલના નામની બુમાબુમ કરી હતી અને ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યાં હતા.

સ્થાનિકોનો આક્ષેપ છે કે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ દારૂ ભરેલી બુટલેગરની કારને પાયલોટિંગ કરી રહ્યાં હતા,આ દરમિયાન ઝડપી પાડ્યા હતા. સ્થાનિકોએ ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલના નામની બુમાબુમ કરી હતી. તો સામે રાજેન્દ્ર પટેલે કહ્યું કે તેઓ અહીંથી પસાર થઇ રહ્યાં હતા અને પબ્લિક જોઈને ઉભા રહી ગયા હતા.
બીજા તબક્કાને મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે અરવલ્લી ભાજપ જિલ્લા પ્રમુખ જેવા ભાજપના મોટા નેતા સામે આવા ગંભીર આક્ષેપો લાગ્યા છે જે ખુબ મોટી વાત છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોએ આ દારૂ ભરેલી જીપ પકડી પાડી છે તેઓ ભાજપના પૂર્વ નેતા અને બાયડના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાના સમર્થકો હતા. એટલે કે ભાજપના બળવાખોર નેતા જ હવે ભાજપને નડી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે.

આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ દારૂ ભરેલી જીપને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોય એવું દેખાઈ રહ્યું છે, જયારે સામે જેમણે દારૂ ભરેલી કર ઝડપી છે તે સ્થાનિકો રાજેન્દ્ર પટેલ સાતજે રક્ઝક કરી રહ્યા છે તેવું પણ દેખાય છે. અને રાજેન્દ્ર પટેલ આ દારૂ ભેરલી કાર છોડીને જતા રહે છે. આ અંગે છેલ્લે મળતી માહિતી મુજબ બાયડના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને દોડી ગયા છે.
આ ભાઇ BJP ના જિલ્લા પ્રમુખ છે, સ્થાનિકોએ દારૂ ભરેલી કાર સાથેની પકડ્યા હોવાના આક્ષેપો#BJP #GujaratElection2022 #gujaratAssemblyElection2022 #Gstvnews #Gstv #Gujaratsamachar #Gujaratinews pic.twitter.com/69aTFMFjdr
— GSTV (@GSTV_NEWS) December 4, 2022