સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે, કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાતના મુખ્ય શહેરો એવા અમદાવાદ બરોડા રાજકોટ સુરતમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેનાથી પ્રેરાઈને અરવલ્લી જિલ્લાના એક નાના શહેરમાં પણ જનતા કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નગરજનો ત્રણ દિવસ રાખશે વેપારબંધ
અરવલ્લીના ધનસુરમાં જનતા કરફ્યુ લગાવાયો છે. ધનસુરા નગરજનોએ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખી કોરોનાને રોકવા જનતા કરફ્યુનો નિર્ણય કર્યો છે. શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ સુધી જનતા કરફ્યુ રાખવાનું નક્કી કરાયું છે.

દિવાળી બાદ જિલ્લામાં વધ્યા કેસ
અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાના કેસ લગભગ 650ને પાર નીકળી ગયા છે. હાલ દિવાળીના તહેવારોને લઈ ભારે સંક્રમણ થતા કેસોમાં વધારો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા નગરમાં કોરોનાના કેરને લઈ અત્યાર સુધી 3 આશાસ્પદ યુવકોના પણ મોત થયા છે. ત્યારે આગામી સમયમાં કોરોના વધુ નહી ફેલાય તે માટે ધનસુરા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરાયો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ