GSTV

ઊર્જા ક્ષેત્રની આ જંગી કંપનીએ 1710 અબજ ડોલરનું આઇપીઓ ખુલ્લું મૂક્યું, છતાં કહે છે ઓછો લાગ્યો…

Last Updated on November 18, 2019 by Mayur

સાઉદી એરેબિયાએ આજે ઊર્જી ક્ષેત્રની જંગી કંપની આરામકોના 1710 અબજ ડોલરનો આઇપીઓ ખુલ્લું મૂક્યું હતું જે કદાચ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ હોઇ શકે છે. જો કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પ્રારંભિક ઇચ્છા તો બે અબજ ડોલરના આઇપીઓની હતી. આરામકોએ કહ્યું હતું કે તેઓ કંપનીના 1.5 ટકા શેર  24-15.6 અબજમાં   વેચશે. જો કે સાઉદી એરેબિયાએ શરૂઆતમાં પાચ ટકા શેર વેચવાની ઇચ્છા જાહેર કરી હતી.’ કંપનીના આઉટસ્ટીન્ડીંગ શેરના 1.5 ટકા બેઝ ઓફર હશે’એમ શાહી પરિવારની માલિકીની કંપનીએ કહ્યું હતું.

કંપનીએ રોકાણકારો પાસેથી શેર દીઠ 8-8.50 ડોલરનીરેન્જમાં બિડ્સ માગ્યા હતા.લાંબી પ્રતિક્ષા પછી તેલ આધારિત અર્થતંત્રને વિવિધ ક્ષેત્રમાં સક્રિય કરાવવાની પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્ત્વકાંશી યોજના  વિશ્વના સૌથી મોટા લિસ્ટીંગની હરિફ બની હતી. ચાઇનીઝ રિટેલ જંગી કંપની અલીબાબાએ 2014માં 25 અબજ ડોલરના આઇપીઓ બજારમાં મૂક્યા હતા.બે શેરબજારમાં એનું લિસ્ટીંગ થાય તેવું આરામકો શરૂઆતમાં ઇચ્છતી હતી.

પહેલા કિંગ્ડમના તાદાવુલના  બે ટકા અને ત્યાર પછી વિદેશી શેર બજારમાં વધુ ત્રણ ટકા લિસ્ટીંગની તેની યોજના હતા.પરંતુ કંપનીએ કહ્યું હતું કે હાલમાં આંતરરાષ્ટ્રીય  શેર બજારમાં મૂકવાની તેમની કોઇ જ યોજના નથી. એટલે કે લાંબી ચર્ચા થયા પછીના લક્ષ્યાંકને પહેલી જ વાર પડતું મૂકાયું હતું.પહેલી વાર 2016માં વિચાર કરાયા પછી આઇપીઓમાં વિલંબ થયો હતો. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ઇચ્છા બે ટ્રિલિયન એટલે કે 2000 અબજ ડોલરના મૂલ્યની હતી, પરંતુ રોકાણકારો અને બજાર નિષ્ણાંતોએ શંકા વ્યક્ત કરી હતી.’

પહેલી છાપ એવી પડે છે કે શેરના ભાવ સમજી શકાય એવો સમાધાન છે અને તે ભાવે જ વેચાશે’એમ નોમુરા એસેટ્સ મેનેજમેન્ટના નિષ્ણાંત તારીક ફદલ્લાહે કહ્યું હતું.સાઉદી એરેબિયા આઇપીઓની સફળતા માટે તમામ અવરોધોને પરત ખેંચે છે. આ યોજના ડી ફેકટો (વાસ્તવિક) રાજા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અર્થતંત્રને માત્ર તેલ સુધી જ મર્યાદિત નહીં રાખી વિવિધ ક્ષેત્રો પર આઘારિત કરવાની હતી.તેમની યોજના મેગા પ્રોજેક્ટ અને તેલ સિવાયના ઉદ્યોગોમાં રોકાણ કરી અર્થતંત્રમાં વિવિધતા લાવવાની છે.

READ ALSO

Related posts

ઓમિક્રોન વેરિયન્ટનો કહેર, દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કેસ વધીને બમણા થયા : વેક્સિનેશન પણ વધારાયુ

Pritesh Mehta

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

જોર લગાકર…. નેપાળના એરપોર્ટની ખરાબ હાલત, મુસાફરોએ રનવે પર પ્લેનને મારવો પડ્યો ધક્કો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!