GSTV
Home » News » સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

સાઉદી અરેબિયામાં આરામકોના ઓઇલ પ્લાન્ટ પરના ડ્રોન એટેકથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સળગ્યા છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આરમકોના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આરમકોના તેલ પ્લાન્ટ પરના હુમલા બાદ ત્યાંના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. રિયાધમાં ભારતીય રાજદૂતે ભારતને સતત સપ્લાય કરવાની ખાતરી કરવા માટે આરામકોના સિનિયર મેનેજમેન્ટનો પણ સંપર્ક કર્યો હતો.

તેમણે કહ્યું કે અમે અમારી ઓઇલ કંપનીઓ સાથે સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલના સપ્લાયની સમીક્ષા કરી છે. અમને વિશ્વાસ છે કે ભારતને સપ્લાય કરવામાં કોઈ વિક્ષેપ નહીં આવે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં આરામકોના ઓઇલ પ્લાન્ટ પર ડ્રોન એટેક થયા પછી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. લંડનનું બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 19.5 ટકા વધીને 71.95 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે 14 જૂન 1991 પછી ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે જાણકારોનું માનવું છે કે મંદીનો સામનો કરી રહેલા ભારતની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. કારણકે ઘણા સમયથી ભારતીય અર્થવ્યવસ્થા ઝઝૂમી રહી છે, જ્યારે અમેરીકી વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડીએટ ફયૂચર 15.5 ટકાથી વધીને 63.34 અરબ પ્રતિ બેરલ પહોંચી ગયો છે. જે 22 જૂને 1998 પછીનો સૌથી ઉચ્ચતમ સ્તર પર છે.

નિષ્ણાતો માને છે કે સાઉદી અરેબિયન પ્લાન્ટમાં તેલની સપ્લાય સામાન્ય થવા માટે ઘણા અઠવાડિયા લાગી શકે છે. આ હુમલાથી લગભગ 5 ટકા વૈશ્વિક સપ્લાય પ્રભાવિત થયા છે. આવતા એક અઠવાડિયામાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 15 થી 20 ડોલર વધી શકે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

Mansi Patel

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!