GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

‘વાયુ’ના કારણે મુંબઈથી ગુજરાત સુધી હડકંપ, લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ખસેડાયા

અરબ સાગરમાં બનેલુ ચક્રવાતી વાવાજોડુ વાયુ ગુરૂવારે ગુજરાતમાં આવશે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાજોડુ ગંભીર રૂપ લઈ શકે છે. અત્યારે આ ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ જડપથી આગળ વધી રહ્યું છે.

વાવાજોડુ આવ્યા પહેલા જ કિનારાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. મુંબઈ, દિવ-દમણ, વલસાડ, વેરાવળ, પોરબંદર, મહુવામાં ભારે વરસાદ સાથે હવાઓ ફુંકાવા લાગી છે.

ચક્રવાતી વાવાજોડુ વાયુના ગંભીર પ્રભાવને જોતા NDRFની 36 ટીમો ગુજરાતમાં તેનાત કરવામાં આવી છે. તેની સીવાય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલમાં પણ બચાવ દળ એક્ટિવ થઈ ગયુ છે.

મોસમ વિભાગના જણાવ્યા અનુસાર 100 કી.મી. ની ઝડપે આગળ વધી રહ્યું વાયુ વાવાજોડુ 13 જુનની સવારે પોરબંદર અને મહુવા વિસ્તારમાં વિનાશ સર્જી શકે છે. આ વાવાજોડાની સ્પિડ 120 થી 135 કિ.મી. ની રહી શકે છે.

પશ્ચિમી તટીય વિસ્તારોમાં ભારે વરસાદના પડી શકે છે. વાવાજોડા પહેલાં જ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલમાં ભારે વરસાદ થઈ રહી છે. બીજી તરફ વાવાજોડાથી બચવા માટે મંગલુરૂના ઉલ્લાલમાં 10 ચીની જહાજે ભારતમાં શરણ લીધા છે.

ગૃહમંત્રી અમિત શાહે કેબીનેટ સચિવ પીકે સિન્હા સાથે તૈયારીઓ વિશે તપાસ કરી હતી. ગુજરાત અને દીવ માટે એડવાઈજરી જાહેર કરી છે. તેમાં ગુજરાત સરકાર અને દીવ પ્રશાસનને દરેક વ્યક્તિને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાના આદેશો આપ્યા હતા.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: પાયલટની ઘરવાપસી છતાં કોંગ્રેસ હાઇકમાન્ડની દરિયાદિલીથી ડઝનબંધ ધારાસભ્યો નારાજ

pratik shah

તારા પતિને કોરોના થયો છે મારી ફોર વ્હીલ પર થૂંક્યો કેમ ? કહી માતા-પુત્રએ આધેડ મહિલાને માર્યો ઢોર માર

Bansari

જન્માષ્ટમીમાં આજે શું શું રહેશે બંધ? તમામ મંદિરોમાં સાદગીપૂર્ણ ઉજવણી, લોકમેળા મોકુફ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!