GSTV

આ પાકિસ્તાની બોલરે ભારત સામે લીધી હતી હેટ્રિક, ત્રણ દિગ્ગજોને કર્યા હતા LBW

હેટ્રિક

ક્રિકેટની રમતમાં ઘણા રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ જેવો રોમાંચ અન્ય કોઈ ટીમ રમતી હોય ત્યારે જોવા મળતો નથી. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ રમતી હોય ત્યારે બંને દેશના રમતપ્રેમીઓ જ નહીં પરંતુ તમામ નાગરિકો પણ તેમાં સંકળાયા હોવાની લાગણી થતી હોય છે. અને તેમાં 1980-1990ના દાયકામાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા હોય અને મેદાન શારજાહનું હોય ત્યારે તો રોમાંચ તેની ચરમસીમાએ પહોંચી જતો હતો.

શારજાહ ખાતેની મેચમાં ભયાનક બની ગઇ હતી આકીબની બોલિંગ

વાત 1991ની 25મી ઓક્ટોબરની છે. એ દિવસે પાકિસ્તાનના ઝડપી બોલર આકીબ જાવેદે ભારત સામે હેટ્રિક લીધી હતી તેની વાત કરવી છે. આકીબ જાવેદ એ વખતે યુવાન બોલર હતો અને એકદમ જોશીલો હતો.આકીબ જાવેદનો આજે જન્મ દિવસ છે. 1972ની પાંચમી ઓગસ્ટે પાકિસ્તાનના પંજાબના શેખુપુરામાં આકીબનો જન્મ થયો હતો. શારજાહ ખાતેની એ મેચમાં આકીબ જોરદાર ફોર્મમાં હતો અને તેની બોલિંગ અત્યંત ભયાનક બની ગઈ હતી. સચિન તેંડુલકર જેવો બેટ્સમેન પણ તેની સામે માત્ર એક જ બોલ ટકી શક્યો હતો.

બન્યું એવું કે પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં છ વિકેટે 262 રન નોંધાવી દીધા હતા. ઝાહીદ ફઝલે ઇજાગ્રસ્ત બનતા અગાઉ 98 રન ફટકાર્યા તો અનુભવી સલીમ મલિકે 87 રનનું યોગદાન આપ્યું હતું. 263 રનના ટારગેટ સામે ભારતની બેટિંગ આવી તો નવજોતસિંઘ સિદ્ધુ અને રવિ શાસ્ત્રીએ બેટિંગનો પ્રારંભ કર્યો. બંનેએ પહેલી વિકેટ માટે 32 રન ઉમેરી દીધા ત્યારે સિદ્ધુ આઉટ થઈ ગયો. ત્યાં સુધી ભારતને કોઈ તકલીફ ન હતી કેમ કે તેની પાસે ઉમદા બેટ્સમેન રમવાના બાકી હતા. એ વખતે પાકિસ્તાનની ટીમની આગેવાની ઇમરાન ખાનના હાથમાં હતી. તેણે અચાનક જ પોતાના સ્થાને આકીબ જાવેદને બોલિંગમાં લગાડી દીધો અને ભારતનો સ્કોર 47 હતો ત્યારે આકીબે કમાલ કરી દીધી.

આ ત્રણ ખેલાડીઓને કર્યા હતાં LBW

પહેલા તો તેણે રવિ શાસ્ત્રીને લેગ બિફોર આઉટ (LBW)કર્યો. ત્યાર બાદ રમવા આવેલા ભારતીય સુકાની મોહમ્મદ અઝહરુદ્દીનને તો આકીબે પહેલા બોલે જ લેગબિફોર કરી દીધો. હવે વારો હતો સચિન તેંડુલકરનો. કરોડો ભારતવાસી પ્રાર્થના કરતા હતા કે સચિન આ હેટ્રિકવાળો બોલ રમી કાઢે. પણ આકીબના મનમાં અલગ જ યોજના ચાલતી હતી. તેણે સચિનને પણ સીધો જ બોલ નાખ્યો અને મહાન ભારતીય બેટ્સમેન પણ લેગબિફોર થઈ ગયો. આમ ભારતના ત્રણ દિગ્ગજને આકીબે સળંગ ત્રણ બોલમાં લેગબિફોર આઉટ કરી દીધા.

એ મેચમાં આકીબ જાવેદે માત્ર 37 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. આ બોલિંગ પ્રદર્શન વર્ષો સુધી વિશ્વશ્રેષ્ઠ રહ્યું હતું. મેચ બાદ એવી પણ ટીકા થતી હતી કે અમ્પાયર્સ પક્ષપાતી હતા અને તેમણે જાણી જોઇને અઝહર અને સચિનને લેગબિફોર આપ્યા હતા. જોકે બંને અમ્પાયર બેમાંથી એકેય દેશના ન હતા પરંતુ શારજાહ પર આ મેચ બાદ પક્ષપાતી વલણનું લેબલ લાગી ગયું અને વર્ષો સુધી ત્યાં મેચો રમાવાની બંધ થઈ ગઈ હતી. પણ આ મેચ આકીબ જાવેદ માટે તો યાદગાર બની રહી. તે પાકિસ્તાન માટે 163 વન-ડે રમ્યો હતો જેમાં તેણે 182 વિકેટ ઝડપી હતી.

Read Also

Related posts

વધારે ઘોંઘાટ કરે છે DNAને નુકશાન, કેન્શર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી કેટલીયે બિમારીઓને પણ આપે છે આમંત્રણ

Arohi

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!