GSTV

લોકડાઉન ખુલ્યા બાદ પણ આ 5 એપ્સ બની રહેશે તમારી લાઇફનો હિસ્સો, ખૂબ કામની છે આ એપ્સ

લોકડાઉન

આજકાલ બધાના મોબાઇલમાં ગો-ટુ એપ્સનો એક સેટ હોય જ છે. કોવિડ-19 મહામારી દરમિયાન તે યાદીમાં અનેક નવી એપ્સ જોડવામાં આવી. જો કે એક સવાલ તો સૌકોઇના મનમાં તે સવાલ છે કે જ્યારે લોકડાઉન પુરુ થશે, તે સમયે લોકો શું કરશે? કઇ છે એવી એપ્સ જેની જરૂરિયાત તેમને લોકડાઉન બાદ પણ હશે…

Aarogya Setu app – Android અને iOS

લોકડાઉન ખુલ્યા બાદ પણ આપણુ જીવન એટલું જલ્દી સામાન્ય નહી બને. એક વાર લોકો ઘરમાંથી બહાર નીકળવાનું શરૂ કરશે તો તે જરૂરી હશે કે કોવિડ-10 સંબંધિત ઉભરતા હોટસ્પોટની જાણકારી રાખે અને નજીકમાં જ ટેસ્ટ તથા ઉપચારની સુવિધા આપનારી જગ્યાઓ વિશે પણ જાણે. આ ઉપરાંત, લોકડાઉન ખુલ્યા બાદ પણ અનેક લોકો ઘરમાંથી કદાચ બહાર નહી નીકળી શકે-જેમ કે સિનિયર સિટિઝન્સ અથવા બાળકો. તેમના માટે સ્માર્ટફોન એપ્સની દુનિયા સાથે સંપર્ક સાધવાનું સાધન બનશે.

ભારત સરકારની એક પહેલ, Aarogya Setu appને નાગરિકોની મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેમને જાણ થઇ શકે કે તેઓ કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં છે કે નહી. એપ સોશિયલ ગ્રાફ બનાવવા માટે સ્માર્ટફોનમાં GPS અને બ્લૂટૂથનો ઉપયોગ કરે છે. તેના આધારે તે જણાવી શકે છે કે શું એપનો યુઝર કોઇ એવા વ્યક્તિ પાસે છે, જે કોવિડ-19થી સંક્રમિત છે. જો એવું હોય તો યુઝરને સેલ્ફ આસોલેશનનો નિર્દેશ મળશે. તેનો લાભ લેવા માટે, યુઝર્સને પોતાના સ્માર્ટફોના બ્લૂટૂથને ઓન રાખવુ પડશે અને લોકેશનનું એક્સેસ આપવુ પડશે.

MyGov app – Android અને iOS

કોવિડ-19 વિશે ઘણી અફવાઓ ફેલાયેલી છે. તે જરૂરી છે કે આપણે આપણી જાતને સાચી સૂચનાથી અવગત કરાવીએ. જેથી પોતાની સાથે સાથે અન્ય લોકોને પણ મુશ્કેલી ન થાય. MyGov app સાથે લોકો ભારતમાં કોવિડ-19ના સત્તાવાર કેસોના આંકડા પર નજર રાખે છે. હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ આ એપ સતત એક્ટિવ કેસો, ડિસ્ચાર્જ કરવામાં આવેલા કેસોની સાથે મોતનો આંકડો પણ દર્શાવે છે. એપમાં કોવિડ-19 સાથે સંબંધિત જાણકારી પણ મળશે જેવી કે મિથ બસ્ટર્સ અને વિશેષજ્ઞોનો અભિપ્રાય.

MapMyIndia’s Move app – Android અને iOS

MapMyIndia એ એક કોવિડ-19 ડેશબોર્ડ બનાવ્યું છે, જ્યાં કોઇપણ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઇનપુટના આધારે ભારતમાં કુલ કેસો પર નજર રાખી શકે છે. ડેશબોર્ડ રાજ્ય સ્તર પર પણ ડેટા પૂરો પાડે છે, સાથે જ ટ્રીટમેંટ સેંટર્સ, આઇસોલેશન સેંટર્સ, ભૂખ રાહત કેન્દ્રો અને પ્રવાસી શ્રમિકો માટે રાહત શિબિરની વિગતો પણ પૂરી પાડે છે. એપ દ્વારા યુઝર્સ સરકાર અને સ્થાનિક અધિકારીઓને કાનૂની અથવા લોકડાઉનના ઉલ્લંઘન જેવા મુદ્દા પર રિપોર્ટ પણ કરી શકે છે.

Airtel Thanks App – Android અને iOS

Airtel

ખાણી-પીણીની વસ્તુઓની જેમ ઇન્ટરનેટ પણ આજના સમયની જરૂરિયાત બની ગયું છે. પછી વાત વીડિયો કૉલની હોય, ઓનલાઇન શોપિંગની હોય કે પછી એપ પર ઓનલાઇન ક્લાસ અને એન્ટરટેઇનમેન્ટના ફુલ ડોઝની હોય. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ પણ આજના સમયની હકીકત છે અને ઇન્ટરનેટ વિના તેની કલ્પના પણ ન કરી શકાય. તેથી લોકડાઉનના સમયમાં અને લોકડાઉન બાદ પણ ઇન્ટરનેટ રિચાર્જ માટે Airtel Thanks App જેવી રિચાર્જ એપ હોવી ખૂબ જ જરૂરી છે. આ એપથી રિચાર્જ કરાવવુ ખૂબ જ સરળ છે. તમે અલગ-અલગ પ્લાન લઇ શકો છો અને પોતાની સાથે અન્યોનું પણ રિચાર્જ કરાવી શકો છો. Airtel Thanks App ફક્ત રિચાર્જની જ સુવિધા નથી આપતી પરંતુ પેમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટનું પણ આ પ્લેટફોર્મ છે. અહીં તમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ (UPI) પેમેન્ટ મેથડ દ્વારા ટ્રાન્જેક્શન કરી શકો છો. સાથે જ ZEE5, Wynk Music, Live TV વગેરે દ્વારા મનોરંજન પણ મેળવી શકો છો.

Practo app – Android  અને iOS

લોકડાઉન ખુલ્યા બાદ પણ ઘણાં લોકો માટે ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ હશે. તેમાં વરિષ્ઠ નાગરિકો પણ સામેલ છે. ટેલીમેડિસિન એપ્સ દ્વારા પેશન્ટ્સ પોતાના ડોક્ટર્સ સાથે જોડાઇ શકે છે અને પોતાની સારવાર ચાલુ રાખી શકે છે, તે પણ હોસ્પિટલ કે ક્લિનિક ગયા વિના. આ ઉપરાંત પ્રાઇવેટ લેબ્સને કોવિડ-19 ટેસ્ટની પરવાનગી આપવામાં આવી છે અને ટેલીમેડિસિન પ્લેટફોર્મ Practo એ આ ટેસ્ટની ઓનલાઇન બુકિંગ શરૂ કરી છે. ટેસ્ટ થાયરોકેર દ્વારા કરવામાં આવશે અને ઘરેથી સેંપલ લેવા માટે એક પ્રમાણિત ફ્લેબોટોમિસ્ટ મોકલવામાં આવશે. ટેસ્ટ ફક્ત એક માન્ય ચિકિત્સક દ્વારા આપવામાં આવેલા પ્રિસ્ક્રીપ્શન બાદ જ થશે. Practo app પર ચેટના માધ્યમથી ડોક્ટરની સલાહ લેવાનો પણ વિકલ્પ પણ છે. આ ઉપરાંત દવાઓ ઘરે મંગાવવા માટે તમે 1mg, PharmEasy, Medlife અને Netmeds જેવી ફાર્મા એપ્સની મદદ લઇ શકો છો.

જેવું કે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી. તે જ રીતે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં દેશના અન્ય હિસ્સાઓમાં નિયમાનુસાર ઢીલ આપવામાં આવશે. પરંતુ લોકડાઉન ખુલવાનો અર્થ એ થી કે તમે ઘરમાંથી બહાર નીકળો અને ભીડવાળી જગ્યાઓ પર ફરો. તમારે જરૂરિયાતના  સમયે જ ઘરમાંથી બહાર નીકળવાનું છે. જરૂરિયાતના સામાન, એંટરટેંમેન્ટ અને રિચાર્જની વાત રહી તો ગ્રોસરી, ડિલિવરી, ફાર્મા, ઓટીટી અને રિચાર્જ જેવી એપ્સ તમારી મદદ કરી શકે છે. જો તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ ન હોય તો તરત જ ડાઉનલોડ કરો. જો કે ડાઉનલોડ સ્પીડના મામલે એરટેલનું નેટવર્ક ઘણું સારુ છે. તેણે તાજેતરમાં જ તમામ ટેલીકોમ ઓપરેટરોને પછાડતાં ઓપન સિગ્નલ રિપોર્ટ 2020 (OSR)નો અવોર્ડ જીત્યો છે. તેવામાં જો તમારી પાસે સારુ અને મજબૂત નેટવર્ક હોય તો તેનાથી તમે ઝડપથી એપ્સ ડાઉનલોડ કરી શકો છો અને સાથે જ તેનો ઉમદા એક્સપિરિયન્સ પણ લઇ શકો છો.

Read Also

Related posts

યૂપીઃ ઓફિસરો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પત્ની સાથે DM બંગ્લામાં ધરણા ઉપર બેસ્યા SDM

Mansi Patel

ગુજરાતમાં ગરીબ આદિવાસીઓની જમીન ટોકનદરે ઉદ્યોગપતિઓને અપાતી હોવાનો આક્ષેપ

Nilesh Jethva

ટીવી અભિનેત્રીની 1 વર્ષમાં જ થઈ ગઈ આવી હાલત, પૈરાલિસિસ થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!