GSTV
Home » News » 31 જાન્યુઆરી બાદથી આ એપ્લિકેશન્સનો ઉપયોગ નહી કરી શકો તમે, જાણો કેમ

31 જાન્યુઆરી બાદથી આ એપ્લિકેશન્સનો ઉપયોગ નહી કરી શકો તમે, જાણો કેમ

માઈક્રોસોફ્ટે હાલમાં જ પોતાની વિંન્ડોઝ 7 માટે સપોર્ટ બંધ કરી દીધો છે. અને હવે કંપનીએ પોતાની વધુ એક સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટે આ વાતની પુષ્ટિ કરી છેકે, તેઓ એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે પોતાનું વર્ચુઅલ આસિસ્ટન્ટ કોર્ટાનાને બંધ કરી રહ્યુ છે. કંપનીએ જણાવ્યુ હતુકે, તેઓ એન્ડ્રોઈડ માટે પોતાની લોન્ચર એપમાંથી તેને 31 જાન્યુઆરીએ હટાવી દેશે. કંપનીએ હવે કહ્યુ છેકે, આ એપ હવે અમેરિકામાં જ કામ કરશે.

માઈક્રોસોફ્ટનાં સપોર્ટ પેજ પરથી મળેલી જાણકારી મુજબ, માઈક્રોસોફ્ટ 31 જાન્યુઆરી,2020માં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જર્મની, મેક્સિકો, સ્પેન અને ઈંગ્લેન્ડમાં કોર્ટાના એપનું સપોર્ટ ખતમ કરી દેશે.અમેરિકામાં હજી પણ એવાં યુઝર્સ છે જે હેડફોન ઓપરેશન્સને મેનેજ કરવા માટે કોર્ટાના એપનો ઉપયોગ કરે છે.  જો તમારી પાસે સરફેસ હેન્ડફોન છે તો તમે તેને કોર્ટાના એપની સાથે યુઝ કરી શકો છો. અને અમે હજી પણ સપોર્ટ કરી રહ્યા છીએ.

શું છે કોર્ટાના

માઈક્રોસોફ્ટે એન્ડ્રોઈડ અને iOS માટે Cortana ડિસેમ્બર 2015માં લોન્ચ કર્યુ હતુ. અને તેને વિન્ડોઝ 10 અને મોબાઈલ માટે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ. કોર્ટાના માઈક્રોસોફ્ટનું એક આર્ટિફીસિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર છે જે કોમ્પ્યુટર અને મોબાઈલમાં લોકો માટે ડિજીટલ આસિસ્ટન્ટ તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે તમે કોર્ટાના ઓપન કરીને બોલશો ‘Navigate Me To Taj Mahal’ એટલું બોલતા જ કોર્ટાના મોબાઈલના મેપ દ્વારા તમને તાજ મહેલનો રસ્તો બતાવશે. આ પ્રકારે તમે કમાન્ડ્સ આપીને કોર્ટાનાને કંઈ પણ પુછી શકો છો.

READ ALSO

Related posts

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!