GSTV
Home » News » તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે 971 કરોડની ગ્રાન્ટ મંજૂર, CMએ કરી જાહેરાત

તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે 971 કરોડની ગ્રાન્ટ મંજૂર, CMએ કરી જાહેરાત

તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે 971 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. આ અંગે સીએમે જાહેરાત કરી છે. ત્યારે વાત કરીએ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવનાર કાર્યોની તો તાપી નદીને શુદ્ધ કરવામાં આવશે. જિલ્લા પંચાયત હસ્તકના 59 ગામ-નગરોનું પ્રતિદિવસ 59 એમએલડી દૂષિત પાણીને શુદ્ધ કરીને પછી નીકાલ કરાશે.

સુડા હસ્તકના ગામોનું 302 એમએલડી પાણી અને સુરત પાલિકાનું 299 એમએલડી પાણી મળી રોજ 660 એમએલડી ગંદુ પાણી શુદ્ધ કરીને પછી નિકાલ કરાશે.

રાંદેરથી વરાછા અને વાલક સુધી તાપી નદીમાં જે વરસાદી ગટર, ખાડીના આઉટલેટ છે. તેને ઇન્ટરસેપ્ટરની મદદથી દૂષિત પાણી એક સ્થળે એકત્ર કરીને તેને ટ્રીટમેન્ટ કરીને છોડવા માટેનું આયોજન કરાયું છે.

જિલ્લા પંચાયત હસ્તકના 59 ગામો જે કાકરાપારથી કઠોરની વચ્ચે આવે છે. તેમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવા માટેનું આયોજન છે.

વિયરના અપસ્ટ્રીમમાં સુડા હસ્તકના 15 ગામ અને નગર પાલિકાઓમાંથી નીકળતું દૂષિત પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવા માટેનું પ્લાનિંગ હાથ ધરાયું છે.

Related posts

રાજ્યના આ વિસ્તારમાં વરસાદને પગલે પાકને ભારે નુકશાન, ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva

એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva

આ ખાસ પ્રસંગે પીએમ મોદી આવશે ગુજરાત, ભવ્ય ઉજવણીનું છે આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!