GSTV
Home » News » આઈડિયા-વોડાફોનના મર્જરને આ મહીને મળશે લીલી ઝંડી

આઈડિયા-વોડાફોનના મર્જરને આ મહીને મળશે લીલી ઝંડી

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ આઇડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાના મર્જરને આ મહિને મંજૂરી આપી શકે છે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ એપ્રુવલથી દેશમાં સબ્સ્ક્રાઇબર્સ અને રેવન્યૂ માર્કેટ શેરના હિસાબે સૌથી મોટી ટેલિકોમ કંપની બનવાનો રસ્તો ખુલી જશે. વધુમાં જણાવ્યું હતું કે, ફાઇનલ એપ્રુવલ આ મહિને આવી જશે. ભારતમાં બીજા અને ત્રીજા નંબરની ટેલિકોમ કંપનીઓ વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલર આ મહિને પોતાના બિઝનેસને મર્જ કરી કરી છે. જેનાથી બનનારી કંપની બ્રિટનના વોડાફોન ગ્રુપ અને ઇન્ડિયાના ડાયવર્સિફાઇડ આદિત્ય બિરલા ગ્રુપની બરાબર હિસ્સેદારી હશે. વિલયથી બનનારી કંપની પાસે 41 કરોડથી વધુ કસ્ટમર્સ હશે. તેમની પાસે લગભગ 42 ટકા કસ્ટમર માર્કેટ શેર (CMS) અને અંદાજે 37 ટકા રેવન્યૂ માર્કેટ શેર (RMS) હશે. આ રીતે રિલાયન્સ જિયો ઇન્ફોકોમથી મળી રહેલા બિઝનેસ પડકારોને સામને કરવા માટે સારી સ્થિતિમાં હશે.

જિયોની પાસે 16 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. તેનું સીએમએસ 16 ટકાથી વધુ અને આરએમએસ 15.3 ટકા છે.   આઇડિયા-વોડાફોન મર્જર અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને કોમ્પિટીશન કમીશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી ચુકી છે. જો કે, આ ડીલ ત્યારે ફાઇનલ થશે, જ્યારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ આને મંજૂરી આપશે.

અરૂણ સુંદરરાજને ગત સપ્તાહે કહ્યું હતું કે મર્જરને મંજૂરી આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. પરંતુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) સાથે જોડાયેલી કેટલીક મંજૂરીઓના કેસો પણ સામેલ છે અને આ ઉપરાંત, લાયસન્સના લિબરલાઇઝેશન જેવા મુદ્દા પર પણ મંજૂરી લેવી પડશે. ત્યાર બાદ જ ફાઇનલ મંજૂરી મળી જશે.

Related posts

GSTમાં ખોટા ક્લેમ કરતા 2 હજાર વેપારીઓ પર સરકારની તવાઈ, 40 હજાર કરોડનું રિફંડ અટકાવ્યું

Pravin Makwana

ટેક્સ ચોરી કરનાર સાવધાન! ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રડાર પર છે આટલી કંપનીઓ, અધિકારીઓ મારશે રેડ

Ankita Trada

મોબાઇલ ચાર્જરથી લઇને ફર્નિચર સુધીની આ 50 આયાતી વસ્તુઓ થશે મોંઘી, બજેટમાં થશે જાહેરાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!