GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાતના આ 2 શહેરો વચ્ચે મેટ્રો દોડાવાની મળી મંજૂરી, 5,523 કરોડ રૂપિયા ખર્ચાશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને કેન્દ્રમાંથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડાવવાની મંજૂરી મળી ગઇ છે. અમદાવાદ મેટ્રોના ફેસ-2માં વાસણા એપીએમસીથી લઇને મોટેરા સુધીનું કામ પુર્ણ થયા બાદ મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરાશે. ખાસ કરીને આ રૂટ વિદ્યાર્થીઓ માટે લાભદાયી નિવડશે.

ફેસ-2 28.5 કિ.મીનો રહેશે જેમાં 20 સ્ટેશનનો સમાવેશ થશે

અમદાવાદ મેટ્રોનો પ્રથમ ફેસ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી આગામી માર્ચ મહિનામાં શરૂ કરી દેવાનું આયોજન કરાયુ છે ત્યારે મેટ્રોના ફેસ-2માં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની પણ મંજૂરી મળી ગઇ છે. ફેસ-2 28.5 કિ.મીનો રહેશે જેમાં 20 સ્ટેશનનો સમાવેશ થશે. જેની પાછળ રૂ.5523 કરોડનો ખર્ચ થશે.

ફેસ-2માં આ વિસ્તારમો સમાવેશ કરાશે

ફેસ-2માં પીડીપીયુ, ઇન્ફોસીટી, કોબા, જીએનએલયુ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, રાયસણ, રાંદેસણ, સચિવાલય, તપોવન સર્કલ, મહાત્મા મંદીર જેવા સંભવિત રૂટનો સમાવેશ થાય છે આમ આ રૂટ પર એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટનો સમાવેશ થતો હોવાથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે.

Related posts

વડોદરામાં વધ્યું સંક્રમણ: આ બે દિવસ સદંતર બંધ રહેશે ડભોઇની બજારો

Bansari

ગેંગસ્ટર Vikas Dubey ને લઇ જતા કાફલાની ગાડીને અકસ્માત, એસટીએફના જવાન ઘાયલ

pratik shah

વિકાસ દુબે છેલ્લા એક અઠવાડીયાથી હતો ફરાર, ધરપકડનાં 24 કલાકમાં જ મરાયો ઠાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!