GSTV
Home » News » દવાઓ પણ થશે મોંઘી! બાળકોની વેક્સિન, એન્ટીબાયોટિક્સ સહિત 21 જરૂરી દવાઓની કિંમતમાં 50% વધારવાની મંજૂરી

દવાઓ પણ થશે મોંઘી! બાળકોની વેક્સિન, એન્ટીબાયોટિક્સ સહિત 21 જરૂરી દવાઓની કિંમતમાં 50% વધારવાની મંજૂરી

side effects of medicine

મોંઘવારીના માર વચ્ચે હવે લોકોએ દવાઓના ઉંચા ખર્ચનો બોજ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, કેન્દ્ર સરકારે 21 આવશ્યક દવાઓની સિલિંગ પ્રાઇસ 50 ટકા સુધી વધારી દીધી છે. જેના પગલે એન્ટિબાયોટિક, એન્ટી એલર્જિક, મલેશિયા અને વિટામિન-સીની દવાઓ મોંઘી જશે. ફાર્મા કંપનીઓ ઘણા સમયથી દવાઓના ભાવ વધારવાની માંગણી કરી રહી હતી, જેને છેવટે સરકારે સ્વીકારી લીધી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરોટી (NPPA)ની વેબસાઇટ ઉપર રજૂ કરાયેલી માહિતી મુજબ 21 આવશ્યક દવાઓની સિલિંગ પ્રાઇસ વધારી દેવામાં આવી છે. સિલિંગ પ્રાઇસ સરકાર દ્વારા નક્કી કરાય છે. NPPA એ ફાર્મા કંપનીઓની વિનંતીના પગલે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીઓનું કહેવું છે કે, આ દવાઓનો ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે.   

એક મીડિયા અહેવાલ મુજબ NPPAએ જણાવ્યું છે કે, આ તમામ દવાઓ આવશ્યક છે. આ દવાઓનો રોજિંદ વપરાશ પણ વધારે છે. આ દવાઓ પબ્લિક હેલ્થ પ્રોગ્રામનો હિસ્સો છે. તેમના ભાવ બજાર મુજબ નિર્ધારિત થાય છે. દવા કંપનીઓ આ દવાઓનું ઉત્પાદન રોકવા ઇચ્છતી હતી, જેની માટે સરકાર તૈયાર નથી.

પબ્લિક હેલ્થ પ્રોગ્રામનો હિસ્સો હોવાને કારણે આ દવાઓની સપ્લાય દેશમાં દરેક સ્થળે થાય છે અને અત્યંત નીચા ભાવે તેનું વેચાણ કરાય છે, પરંતુ હવે આ દવાઓના ભાવ વધી જશે.  નોંધનિય છે કે, દવાઓમાં વપરાશ ઘણા ઘટકો ચીનથી આયાત કરવામાં આવે છે અને વેપાર યુદ્ધને પગલે તેમના ભાવોમાં 200 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

READ ALSO

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!