GSTV
Home » News » મુલતાની માટી ત્વચા માટે છે આશીર્વાદ રૂપ, અપનાવો આ ટીપ્સ

મુલતાની માટી ત્વચા માટે છે આશીર્વાદ રૂપ, અપનાવો આ ટીપ્સ

મુલતાની માટીને ‘ફુલર્સ અર્થ’ પણ કહેવામાં આવે છે. જે ત્વચા માટે કોસ્મેટિકના ગુણોથી ભરપૂર હોય છે. મુલતાની માટીથી ત્વચા સ્વચ્છ થાય છે તેમજ ચમકીલી બનાવે છે. તેમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય છે જે ત્વચામાંની ઊણપને દૂર કરીને ચમકીલી કરે છે. બજારમાં મળતા ઘણા ફેસપેકમાં મુલતાની માટી ભેળવેલી હોય છે, પરંતુ વાસ્તવમાં તેને કુદરતી જ ચહેરા પર પેસ્ટ બનાવી લગાડવાથી વધુ ફાયદો થાય છે.


ક્લિંજર
મુલતાની માટીમાં ભરપૂર માત્રામાં મેગનેશિયમ ક્લોરાઈડ સમાયેલું હોય છે. જે ચહેરા પર ક્લિન્જરનું કામ કરે છે. નિયમિત રીતે મુલતાની માટીનો લેપ ચહેરા પર લગાડવાથી ત્વચા પરની ગંદકી દૂર થાય છે અને ત્વચા સ્વચ્છ થાય છે. મુલતાની માટીને ફક્ત પાણીમાં ભેળવી પેસ્ટ બનાવી લગાડવી.
તૈલી ત્વચા
ત્વચા તૈલીય હોય તો મુલતાની માટી ઉત્તમ ઉપાય છે. રોજ સવાર-સાંજ ચહેરા પર મુલતાની માટીની પેસ્ટ લગાડવાની ત્વચામાંથી વધારાનું તેલ શોષાઇ જાયછે. તૈલીય ત્વચાથી થતી તકલીફો જેવી કે ખીલ, બ્લેકહેડ્સ તેમજ ઝીણા દાણા જેવી સામાન્ય તકલીફ થતી હોય છે. જે મુલતાની માટી લગાડવાથી દૂર થાય છે.

સ્ક્રબર
ચહેરા પર સ્ક્રબરનું કામ કરે છે. ચહેરા પર લગાડી ધીરે ધીરે તેના પર ગોળાકારમાં હાથની આંગળીઓ ફેરવીને સ્ક્રબ કરવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડસ સરળતાથી નીકળી જાય છે.
કોમ્પલેકશન
ચહેરા પર ટેનિંગ હોય અથવા તો વાન ઘઉંવર્ણો હોય તો મુલતાની માટે લાભદાયી નીવડે છે. ચહેરા પરના ડાઘ-ધાબા તેમજ રેસિશ હોય તો પણ મુલતાની માટીનો પેક ફાયદાકારક છે. તે ત્વચાને કુદરતી ઠંડક પ્રદાન કરે છે.


ટેક્સચર
ત્વચાના ટેક્સચરને સુધારે છે. તેનો પેક લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે તેમજ નિખરે છે. સ્કીન ટોન પણ સારો થાય છે. રૂક્ષ ત્વચા ધરાવનારે મુલતાની માટીનો ઉપયોગ ખાસ કરીને શિયાળામાં કરવો નહીં. મુલતાની માટીથી ત્વચા રૂક્ષ થવાની શક્યતા રહે છે.

Read Also

Related posts

ધો 10 અને 12માં આવશે સારૂ પરિણામ, રાશિ મુજબ આ રીતે કરો ફક્ત એક કામ

Arohi

સુપરહિટ ફિલ્મ તાન્હાજી બાદ અજય દેવગને કરી નવી ફિલ્મની જાહેરાત, આ છે નામ

pratik shah

નાનકડી એલચીના ફાયદા અનેક, ગુણોનો છે ખજાનો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!