લાલુ પ્રસાદ યાદવની ખરાબ તબિયતના કારણે સમર્થકો તો ચિંતામાં છે જ પણ ટોચના નેતાઓ પણ ચિંતામાં છે. ગુરૂવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હોસ્પિટલમાં લાલુની મુલાકાત લીધી તો નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને ખબરઅંતર પૂછીને તમામ મદદની ખાતરી આપી. મોદીએ બતાવેલા સૌજન્ય બદલ તેમની પ્રસંશા થઈ રહી છે.

લાલુ યાદવને ગુરૂવારે જ સારવાર માટે એરલિફ્ટ કરીને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીમાં એઇમ્સમાં લઈ જવાયા છે. આ પહેલાં પણ લાલુ પ્રસાદ યાદવની એઇમ્સમાં સારવાર થઈ હતી. એઇમ્સના ડોક્ટર તેમની કિડનીની સારવાર કરી રહ્યા છે તેથી તેમને પટનાની ખાનગી હોસ્પિટલમાંથી એઈમ્સમાં દાખલ કરાયા છે.
પટનામાં ઘરમાં પડી જવાને કારણે લાલુના ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પગ અને કમરમાં પણ ઈજાઓ થઈ હતી. લાલુ કિડનીની બીમારી સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પિડાઈ રહ્યા છે તેથી તેમની સારવારમાં તકલીફ પડી રહી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાનની તસવીરમાં લાલુ ઓળખાતા પણ નથી તેથી તેમની તબિયત અંગે ભારે ચિંતા છે.
READ ASLO
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ