GSTV

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે.

રત્નાકર ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે

મહત્વનું છે કે, અત્યાર સુધી આ પદ પર ભીખુ દલસાણિયા હતાં. તમને જણાવી દઇએ કે, ઘણાં સમય પછી આ પદ પર કોઇ નવા ચહેરાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે અને ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ખૂબ મોટી સફળ કારકિર્દી ધરાવે છે.

ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે

જો કે અહીં મહત્વની બાબત એ પણ છે કે, ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ભાજપની હાઈ કમિટી દ્વારા આ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રત્નાકરજી આ પહેલાં પણ અનેક જવાબદારી નિભાવી ચૂક્યાં છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાલમાં બિહાર સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી છે

રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. સાથે તેઓ બિહાર ક્ષેત્ર માટે સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી પણ છે. શરૂઆતના દિવસોમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હતાં. ભાજપ દ્વારા રત્નાકરને 2017 માં સામાન્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કાશી અને ગોરખપુર વિસ્તારના સંગઠન સચિવ બનાવવામાં આવ્યાં હતાં.

Image

તમને જણાવી દઇએ કે, રત્નાકરે યુપી વિધાનસભા ચૂંટણી 2017, લોકસભા ચૂંટણી 2019, બિહાર વિધાનસભા ચૂંટણી 2020 અને બંગાળ વિધાનસભા ચૂંટણી, 2021 માં મહત્વનું યોગદાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રત્નાકરને રાજ્ય સ્તરે એક પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!