GSTV
Home » News » ગુજરાતમાં ભાજપ નેતાઓના આંતરિક ડખાઓમાં બોર્ડ નિગમો ભગવાન ભરોસે, કાર્યકર્તાઓને અપાયા માત્ર લોલિપોપ

ગુજરાતમાં ભાજપ નેતાઓના આંતરિક ડખાઓમાં બોર્ડ નિગમો ભગવાન ભરોસે, કાર્યકર્તાઓને અપાયા માત્ર લોલિપોપ

ભાજપના આંતરિક ડખ્ખાના કારણે અધધ બોર્ડ નિગમ ભગવાન ભરોષે ચાલી રહ્યા છે. લોકોના કામ ટલ્લે ચઢી રહ્યા છે. તો ભાજપના કાર્યકર્તાઓમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો છે. માનીતાઓના અને ગરજ પૂરતા પોસ્ટીંગ આપવામાં આવી રહ્યા છે. બાકીના નિગમો ભગવાન ભરોષે છોડી દેવામાં આવ્યા છે. ત્રણ વર્ષથી વધારે સમયથી કાર્યકર્તાઓને માત્ર વાયદા આપવામાં આવી રહ્યા છે. પરંતુ નિમણુક કરવામાં આવતી નથી

  • રાજ્યમાં અનેક બોર્ડ નિગમમાં ચેરમેનની નિમણુક બાકી
  • ૧૫ જેટલા નિગમ તો કેબીનેટ કક્ષાના બોર્ડ નિગમ ભગવાન ભરોશે
  • આંતરિક ડખ્ખાના કારણે ટલ્લે ચઢેલા બોર્ડ નિગમ

રાજ્યભરમાં અનેક બોર્ડ નિગમમાં ચેરમેન પદ ખાલી પડેલા છે. પરંતુ તેમાં ચેરમેનની નિમણુક કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી નેતાઓ કાર્યકર્તાઓને બોર્ડ નિગમનું ગાજર લટકાવી ટ્લ્લાવી રહ્યા છે. પરંતુ નિમણુક કરવામાં આવતી નથી. તેની પાછળનું એક માત્ર કારણ ભાજપના આંતરિક ડખ્ખા જીહા તેના કારણે જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હજીપણ કમલમના આટા ફેરા મારી રહ્યા છે. પરંતુ નિમણુક કરવામાં આવતી નથી બાકી રહેલી નિમણુક પૈકીના ૧૫ જેટલા નિગમ તો એવા છે જે કેબીનેટ કક્ષાના માનવામાં આવે છે. સરકાર તેમાં પણ નિમણુક કરતી નથી. ભાજપમાં ઘણા તો એવા નેતા છે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે.પરંતુ હજી સુધી તેને ના તો સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે નાં તો તેને બોર્ડ નિગમમાં જગ્યા આપવામાં આવી છે.

ચુંટણી ટાણે કામ કરાવી લેવામાં આવે છે

છેલ્લા ઘણા સમયથી બોર્ડ નિગમો ભગવાન ભરોશે ચાલી રહ્યા છે. પરંતુ તેમાં ચેરમેનની નિમણુક કરવામાં આવતી નથી. ઘણા નેતાઓ તો નામ નહિ આપવાની શરતે કહી રહ્યા છે કે બોર્ડ નિગમનું ગાજર બતાવી ચુંટણી ટાણે કામ કરાવી લેવામાં આવે છે. પરંતુ બાદમાં કોઈ હિલચાલ થતી નથી ઘણા નેતાઓ છે જે ઘણા સમયથી કમલમ સીએમ ઓફીસના આટા કરી રહ્યા છે. પરંતુ બોર્ડ નિગમની નિમણુક મળતી નથી. થોડા સમય અગાઉ માઠો અનુભવ ભાજપના પાટીદાર નેતાને થયો થયો હતો. જે સંગઠનના સારા હોદ્દા પર છે તેને ગત લોકસભા અને હાલમાં જ યોજાયેલી પેટા ચુંટણી દરમિયાન ચુંટણી લડવી હતી. પરંતુ તેને ટીકીટ મળી નહિ. જેણે ગત લોકસભા ચુંટણી અગાઉ બોર્ડ નિગમમાં નિમણુક મળે તેના માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

પ્રદેશમાં નેતાઓને રજૂઆત કરતા સીએમ ઓફીસ મોકલ્યા હતા. ત્યાં રજૂઆત કરી તો જવાબ મળ્યો હતો કે હાઈ કમાંડની મંજુરી લઈને આવો બાદમાં નિમણુક મળશે. તો અનેક નેતાઓ છે જેને બોર્ડ નિગમમાં નિમણુક જોઈએ છે પરંતુ મળતી નથી ઘણા નેતાઓં એવા છે. જેને બોર્ડ નિગમની લોલીપોપ આપવામાં આવી છે. પરંતુ નિમણુક મળતી નથી. બોર્ડ નિગમ માટે ભાજપ બેવડી નીતિ અપનાવી રહી છે. જયારે કોઇપણ મુદ્દે ભાજપને રેલો આવે ત્યારે ભાજપ બોર્ડ નિગમમાં નિમણુક આપી દે છે. પરંતુ ખેરેખર ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે. તેને તેનો લાભ મળતો નથી.

હાઈ કમાંડે લીસ્ટ પર પૂર્ણ વિરામ મૂકી દીધું

ભાજપના સુત્રો જણાવી રહ્યા છે કે બોર્ડ નિગમમાં નિમણુક નહિ થવા પાછળ ભાજપના આંતરિક ડખ્ખા જવાબદાર છે. થોડા સમય અગાઉ 20 જેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ તેમાં ચોક્કસ જૂથના જ નેતાના નજીકના માણસોના નામ હતા. જેથી વિખવાદ થતાં હાઈ કમાંડે લીસ્ટ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. એ વાત ને અંદાજે ૧ વર્ષથી વધારે સમય વીતી ગયો હજુ સુધી નવું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું નથી. ૪ જૂથના નેતાઓ બોર્ડ નિગમમાં પોતાના માણસો સેટ થાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે જેને લઈને જ આ વિવાદ ચાલી રહ્યો છે અને એટલા માટે જ નિમણુક થતી નથી. સુત્રો કહી રહ્યા છે કે થોડા સમય બાદ નવા સંગઠનની રચના કરવામાં આવશે બાદમાં બોર્ડ નિગમ અંગે વિચારણા કરવામાં આવશે ત્યાં સુધી હજી પણ નિગમ ઇછુકોને રાહ જ જોવી પડશે.

READ ALSO

Related posts

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો, રવિવારે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Mansi Patel

ધારીના શીવથલી ગામે વધુ એક દીપડો પાંજરે પુરાયો, ગામમાં દીપડાનાં આંટા ફેરા વધતાં લોકોમાં ફફડાટ

Bansari

તસ્કરો બન્યાં બેફામ, વલસાડમાં એક જ રાતમાં 4 દુકાનોમાં હાથ સાફ કરી ગયાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!