GSTV
Gujarat Government Advertisement

Personal Loan લેવાનું વિચારી રહ્યા છો? તો અરજી કરવામાં ક્યારેય ન કરતાં આ ભૂલ

personal-loan

Last Updated on February 7, 2021 by Mansi Patel

ઘણીવાર લોકો એક સાથે ઘણી બેંકોમાં પર્સનલ લોન (Personal Loan)માટે અરજી કરે છે. ઘણી વખત જ્યારે પૈસાની તરત જરૂર હોય છે ત્યારે લોકો એક સાથે અનેક બેંકોમાં લોન (Loan) માટે અરજી કરે છે જેથી પૈસા ગમે ત્યાંથી મળી શકે. એવું લોકો એટલા માટે કરે છે જેથી લોન રિજેક્શન ઓછું થાય પરંતુ તેનાંથી બચવું જોઈએ.

પર્સનલ લોન (Personal Loan)માટે એક સાથે અનેક બેન્કોને અરજી કરતી વખતે એપ્લિકેશન અસરગ્રસ્ત થઈ શકે છે. કારણ કે દેશની તમામ મોટી નાણાકીય સંસ્થાઓ CIBIL સ્કોર દ્વારા ક્રેડિટ રેટિંગ તપાસે છે.

જ્યારે કોઈ વ્યક્તિ એક કરતા વધારે બેંકમાં લોન (loan) માટે અરજી કરે છે, ત્યારે તેનો ક્રેડિટ ઇતિહાસ જોવામાં આવે છે અને સંભવિત ઋણદાતા લોનને મંજૂરી આપવા માટે સંમત થતા નથી. એકવાર બેંક તમારી અરજીને નકારે છે, તે ક્રેડિટ રેટિંગને વધુ કડક બનાવે છે. આનાથી લોન લેવાનું વધુ મુશ્કેલ બને છે.

આ વિકલ્પ અપનાવી શકે છે

ઘણી જગ્યાઓ પર લોન લેવા માટે અપ્લાય કરવાથી સારું છેકે, તમે ઓનલાઈન નાણાકીય બજારોની શોધ કરો અને ત્યાં લોન (loan)માટે અપ્લાય કરો.

આ એક સારો વિકલ્પ છે આ પ્રકારનાં માર્કેટપ્લેસ તમને લોન (loan)ઓફર કરવા માટે તમારું ક્રેડિટ રિપોર્ટ પણ લે છે. પરંતુ આ એક સોફ્ટ ઈન્ક્વાયરી હોય છે અને તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડતી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!