GSTV

PM કિસાન : શું તમારે પણ જોઈએ 6000 રૂપિયાની મદદ? તો આ રીતે કરો અરજી, તરત ખાતામાં આવશે પૈસા

પ્રથમ વખત ખેડૂતોને ડાયરેક્ટ તેમના બેન્ક એકાઉન્ટમાં મદદ પહોંચાડનારી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમથી અત્યાર સુધી દેશના 11.17 કરોડ ખેડૂતોને ફાયદો મળી ચૂક્યો છે. આ 31 ઓક્ટોબર સુધીની રિપોર્ટ છે. સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન ચાલુ છે. જે હેઠળ ક્યારેય પણ અરજી કરી શકાય છે. હવે લગભગ 4 કરોડ ખેડૂત તેનાથી વંચિત છે. જો તમે આ 4 કરોડ લોકોમાં સામેલ છો તો ફરી અરજી કરવા માટે પાછળ ન રહેતા. ખેતી-કિસાની માટે વર્ષના 6 હજાર રૂપિયાની સરકારી મદદ જોઈએ તો તમે પીએમ કિસાનના પોર્ટલ પર જઈને ખુદ પણ અરજી કરી શકો છો. તે માટે કોઈપણ અધિકારીને ત્યાં જવાની જરૂરિયાત નથી. જે હેઠળ તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે પણ અપ્લાઈ કરી શકો છો.

કિસાન સમ્માન નિધિ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લીકેશન ફોર્મ

સૌ પ્રથમ તમારે આ સ્કીમ સાથે જોડાયેલ સત્તાવાર સાઈટ પર જવુ પડશે. એક પેજ ખુલશે તેમાં તમારે FARMER CORNERS નો વિકલ્પ દેખાશે. તેના પર NEW FARMER REGISTRATION મળશે. તેના પર ક્લિક કરો.

ત્યારબાદ તમારી સામે એક નવી વિંડો ખુલશે. તેમા તમારી પાસે આધાર કાર્ડ અને કેપ્ચા નાખવાનું કહેવામાં આવશે. બાદમાં તમારે ક્લિક હિયર ટૂ કોનિટન્યૂ પર ક્લિક કરવુ પડશે. ત્યારબાદ તમારી સામે એક અન્ય પેજ ખુલશે જેમાં જો તમે પહેલા રજિસ્ટ્રેશન કરાવુ ચૂક્યા છો તો તમારી ડિટેલ્સ આવી જશે અને જો રજિસ્ટ્રેશન પ્રથમ વખત કરી રહ્યા છો તો, લખેલુ આવશે તે, ‘RECORD NOT FOUND WITH GIVEN DETAILS, DO YOU WANT TO REGISTER ON PM-KISAN PORTAL’ તેના પર તમારે YES કરવાનું

IFSC કોડ સારી રીતે ભરો

તેને ક્લિક કરતા જ એક નવુ પેજ ખુલી જશે જેમાં તમને એક ફોર્મ જોવા મળશે. તે ફોર્મને આખુ ભરો. તેમાં સાચી-સાચી જાણકારી ભરો. તેમાં બેન્ક ખાતાની જાણકારી ભરતા સમયે IFSC કોડ સારી રીતે ભરો. બાદમાં તેને સેવ કરી દો.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે

ત્યારબાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે જેમાં તમારી પાસે તમારી જમીનની માહિતી પણ માગવામાં આવશે. ખાસ કરીને ખસરા નંબર અને ખાતા નંબર, તેને ભરીને સેવ કરી દોય સેવ કરતા જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એક રજિસ્ટ્રેશન નંબર અને રિફરેંસ નંબર મળશે. જેને તમારી પાસે સંભાળીને રાખો. ત્યારબાદ પૈસા આવવાના શરૂ થઈ જશે.

આ છે હેલ્પલાઈન નંબર

પીએમ-કિસાન યોજનાની હેલ્પલાઈન પર સંપર્ક કરવા પણ જાણકારી લઈ શકો છો. તમારા પૈસા કેમ નથી આવ્યા. તે માટે વધુ એક ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. મોદી સરકારે અરજીની સ્થિતિ જાણવા માટે નવો હેલ્પલાઈન નંબર 011-24300606 પણ આપ્યો છે. તમે તમારા રજિસ્ટર્ડ નંબર પરથી સીધા આ નંબર પર સંપર્ક કરી શકો છો.

સ્કીમમાં પોતાનું સ્ટેટસ ખુદ જાણો

તમે પણ આ સ્કીમનો લાભ લેવા માટે અરજી કરી હતી, પરંતુ અત્યાર સુધી પૈસા આવ્યા નથી તો, તેનું સ્ટેટસ જાણવું ખૂબ જ સરળ છે. પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમે તમારો આધાર, મોબાઈલ અને બેન્ક ખાતા નંબર દાખલ કરી તેના સ્ટેટસની જાણકારી લઈ શકો છો.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!