GSTV

Bharat Vehicle Series / નવા રજિસ્ટ્રેશન માર્ક BH સિરીઝ માટે આવી રીતે કરો અરજી, ગુજરાતમાંથી મળી એપ્લિકેશન

BH

Last Updated on November 24, 2021 by Zainul Ansari

વાહનો ટ્રાન્સફરમાં અડચણ દૂર કરવા માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નવું રજીસ્ટ્રેશન માર્ક એટલે કે ભારત સિરીઝ (BH સિરીઝ) શરૂ કરી છે, જેની પ્રથમ બુકિંગ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં કરવામાં આવી. પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે જો માલિક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થાય છે, તો તેણે BH માર્કવાળા વાહન માટે નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં.

BH

ગુજરાતમાંથી મળી એપ્લિકેશન

કેન્દ્રીય માર્ગ સચિવે જણાવ્યું કે અમને ગુજરાતમાંથી એક એપ્લિકેશન મળી છે. આસામમાંથી એપ્લિકેશનની અમે રાહ જોઈ રહ્યા છે.

શું છે ભારત સિરીઝ?

‘BH સિરીઝ’ ને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે, જેથી જો કોઈ નોકરી કરનાર અન્ય કોઈ રાજ્યમાં ટ્રાન્સફર થાય છે, તો તેના હાલના ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર વાહનનો રજીસ્ટ્રેશન કર્યા વગર ઉપયોગ કરી શકે છે. BH સિરીઝ અથવા ભારત સિરીઝની નંબર પ્લેટ કાળા અને સફેદ રંગની હશે. બેકગ્રાઉન્ડ સફેદ હશે અને તેના પર કાળા રંગમાં નંબરો લખવામાં આવશે. વાહન નંબર BHથી શરૂ થશે અને પછી રજીસ્ટ્રેશન વર્ષના છેલ્લા બે અંકો નોંધવામાં આવશે. BH સિરીઝ મેળવવા માટે વાહન માલિકોએ 2 વર્ષ કે તેથી વધુ સમય માટે રોડ ટેક્સ ચૂકવવો પડશે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે.

કોને મળશે વધુ લાભ?

સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ, PSU અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ અને 4 કે તેથી વધુ રાજ્યોમાં ઓફિસ ધરાવતી સંસ્થાઓના કર્મચારીઓ તેમના અંગત વાહનો BH (ભારત) સિરીઝમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આ યોજના સ્વૈચ્છિક છે. BH સિરીઝનું રજીસ્ટ્રેશન માર્ક ‘YYBh ####XX’ હશે. YY એટલે પ્રથમ નોંધણીના વર્ષથી. BH ભારત સિરીઝ માટે કોડ હશે. #### ચાર અંકનો નંબર હશે અને XX એ બે અક્ષરનો હશે.

BH

કેવી રીતે કરવી અરજી?

અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી પડશે. તે પછી તમે BH સિરીઝ માટે અરજી કરી શકો છો. અરજી કરવા માટે સૌ પ્રથમ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે વ્હીકલ પોર્ટલ પર લોગીન કરો. નવું વાહન ખરીદતી વખતે તે ડીલર સ્તરે પણ કરી શકાય છે. ડીલરે વાહન માલિક વતી વૈન પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મ 20 ભરવાનું રહેશે.

વાહનની કિંમત પર આપવું પડશે રોડ ટેક્સ

  • 10 લાખથી ઓછી કિંમત પર – 8 ટકા ટેક્સ
  • 10થી 20 લાખ વચ્ચેની કિંમત પર- 10 ટકા ટેક્સ
  • 20 લાખથી વધુનિ કિંમત પર- 12 ટકા ટેક્સ

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!