શરદીઓમાં બધા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે. જે કારણે લોકોની સ્કીન ડ્રાય થવા લાગે છે. કારણ કે, ગરમ પાણી સ્કિનનું મોઈસ્ચરાઈઝર ખતમ કરી દેતુ હોય છે. તે સાથે જ શિયાળામાં લોકોની સ્કિન પણ કાળી થવા લાગે ચે અને એડિઓ પણ ફાંટવા લાગે છે. તેનાથી બચવા માટે મહિલાઓ વારંવાર લોશન લગાવે છે.
મોંઘા-મોંઘા બોડી બટર પણ ખરીદે છે
તો મહિલાઓ આ પરેશાનીથી બચવા માટે મોંઘા-મોંઘા બોડી બટર પણ ખરીદે છે. તો જો તમે પણ આવીજ કંઈક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અમે તમારી મદદ માટે આજે તમને ઘર પર જ બોડી બટર બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત…

સામગ્રી
- દેસી ઘી- 5 ચમચી
- વેસલીન પેટ્રોલિયમ જેલી- 1 થી 2 ચમચી
- ગ્લિસરીન- 2 ચમચી
- એલોવેરા જેલ- 2 થી 3 ચમચી
- કોકો પાવડર- 2 ચમચી
- કેસ્ટર ઓયલ/ઓલિવ ઓયલ/ બદામ તેલ- 2 ચમચી
બનાવવાની રીત
- આ ક્રિમને બનાવવા માટે એક બાઉલમાં દેસી ઘી, તેલ, વેસલીન, ગ્લિસરીન અને એલોવેરા જેલને સારી રીતે મિક્સ કરો.
- બાદમાં તેમાં કોકો પાવડર નાખો અને બાદમાં ફરી એક વખત સારી રીતે મિક્સ કરો.
- પેસ્ટ તૈયાર થયા બાદ તમે તેને એક કાંચના કંટેનરમાં સ્ટોર કરો અને દરરોજ વપરાશ કરો.
READ ALSO
- નવા સ્ટાર્ટઅપની મદદ માટે વડાપ્રધાન મોદીએ કરી 1000 કરોડના ફંડની જાહેરાત, કહ્યું- ‘ભારત સ્ટાર્ટઅપની ઈકો સિસ્ટમ’
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી