GSTV

કામની વાત/ હજુ સુધી નથી લીધો પીએમ આવાસ યોજનાનો લાભ, તો ફટાફટ આ રીતે કરો અપ્લાય

આવાસ

Last Updated on February 17, 2021 by Bansari

પ્રધાનમંત્રી આવાસ યોજના(PM Awas Yojana) ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ છે, જેનો હેતુ લોકોને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા છે. તે અંતર્ગત પહેલીવાર ઘર ખરીદનારાને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધી હોઇ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. તેનો ફાયદો 31 માર્ચ 2021 સુધી ઉઠાવી શકાય છે.

કઇ આવકના વર્ગને કયા વર્ગમાં સબસિડી

  • 3 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા લોકોને EWS સેક્શન 6.5 ટકા સબસિડી
  • 3 લાખથી 6 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને LIG 6.5 ટકા સબસિડી
  • 6 લાખથી 12 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને MIG1 4 ટકાની ક્રેડિટ લિંક સબસિડી
  • 12 લાખથી 18 લાખ વાર્ષિક આવક વાળાને MIG2 સેક્શનમાં સબસિડીનો લાભ મળે છે 3 ટકાની ક્રેડિટ લિંક સબસિડી

2.50 લાખ સુધી મળે છે ફાયદો

આ યોજના અંતર્ગત પહેલીવાર ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોન પર વ્યાજ સબસિડી પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. તેનાથી 2.50 લાખથી વધુ મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે, જેને 25 જૂન 2015થી શરૂ કરવામાં આવી હતી.

યોજના

આ રીતે કરો યોજના માટે અરજી

>>આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા PMAYની ઑફિશિયલ વેબસાઇટ https://pmaymis.gov.in/ લૉગ ઇન કરો.

>> જો તમે LIG, MIG અથવા EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 કંપોનેંટ પર ક્લિક કરો.

>> અહીં સૌથી પહેલા કૉલમમાં આધાર નંબર નાંખો. બીજી કૉલમમાં આધારમાં લખેલુ તમારુ નામ નાંખો.

>> તે બાદ ખુલનાર પેજ પર તમારે પૂરી પર્સનલ ડિટેલ જેવી કે નામ, સરનામુ, પરિવારના સભ્યો વિશે જાણકારી આપવી પડશે.

>> આ સાથે જ નીચે બનેલા એક બૉક્સ પર, જેના પર આ લખેલુ હશે કે તમે આ જાણકારીને સાચી હોવાનું પ્રમાણિત કરો છો, ક્લિક કરો.

>>તમામ જાણકારી ભરીને સબમિટ કર્યા બાદ તમારે કેપ્ચા કોડ નાંખવો પડશે.

>> તે બાદ તમે આ ફોર્મને સબમિટ કરો.

>>એપ્લીકેશન ફોર્મની ફીસ 100 રૂપિયા છે. સાથે જ રજીસ્ટ્રેશન કરાવવા માટે 5000 રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે.

પીએમ આવાસ યોજનાની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો હેતુ છે કે 2022 સુધી સૌને ઘર મળી જાય. આ યોજના અંતર્ગત પ્રોપર્ટી વાળાઓની સાથે જ પ્રોપર્ટી ન ધરાવતા અને ઝૂંપડામાં રહેતા લોકો પણ લાભ લઇ શકે છે.

ઑનલાઇન ચેક કરો સ્ટેટસ

>> પીએમ આવાસ યોજના અંતર્ગત તમે તમારુ સ્ટેટસ ઑનલાઇન પણ ચેક કરી શકો છો.

>> ઑનલાઇન ટ્રેકિંગ માટે સૌથી પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઑફિશિયલ પોર્ટલ પર વિઝિટ કરવાનું છે.

>> તે બાદ તમારે Citizen Assessment પર ક્લિક કરવાનું છે.

>> તે બાદ Track Your Assessment Status પર ક્લિક કરવાથી નવુ પેજ ખુલશે.

>>તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર નાંખો.

>> આ ઉપરાંત તમે By Name, Father Name, Mobile No માં કોઇ એક પર ક્લિક કરો.

>> તમારા પસંદ કરવામાં આવેલા ઓપ્શનમાં તમને તમારા રાજ્ય, શહેર, જિલ્લા, તમારુ, પિતાનું નામ અને મોબાઇલ નંબર રજીસ્ટર કરાવાનું છે.

>> તેને સબમિટ કરવા પર એપ્લીકેશનનું સ્ટેટસ આવી જશે.

Read Also

Related posts

Investment Plan / 25 વર્ષ પછી રિટાયરમેન્ટ માટે જમા કરવા માંગો છો 10 કરોડ રૂપિયા? જાણો કેવી રીતે પૂર્ણ થશે ટાર્ગેટ

Zainul Ansari

દિલ્હીને પ્રદૂષિત હવાથી રાહત નહીં, દિવાળી પછી હવાની ગુણવત્તાનો સૂચકાંક સતત 400થી ઉપર

Vishvesh Dave

Breaking News / ઓમિક્રોનની એન્ટ્રી? દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલ વ્યક્તિ કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!