મોટાભાગના લોકોનું માનવું છે કે પાસપોર્ટ બનાવવો મુશ્કેલ છે અને આ માટે સરકારી કચેરીના ચક્કર લગાવવા પડે છે. પરંતુ એવું નથી. તમે ઘરે બેસીને પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આજે અમે તમને અહીં પાસપોર્ટ ઓનલાઇન બનાવવાની પ્રક્રિયા વિશે જણાવીશું. આ પ્રક્રિયા તમારા સમયનો બચાવ કરશે અને તમે કોઈ એજન્ટના ચક્કરમાં પડ્યા વગર પાસપોર્ટ બનાવી શકશો.

પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- મતદાર આઈડી
- પાન કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- ડ્રાઈવિંગ લાયસન્સ

આ રીતે પાસપોર્ટ માટે અરજી કરવી
- પાસપોર્ટ બનાવવા માટે, સૌથી પહેલા સત્તાવાર પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ https://portal1.passportindia.gov.in/ પર જાઓ
- અહીં ન્યૂ યુઝર રજીસ્ટ્રેશનનો ઓપ્શન દેખાશે, તેની ઉપર ક્લિક કરીને યુઝર આઈડી બનાવો
- યુઝર આઈડીમાં લોગ ઇન કર્યા અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કરો.
- હવે એક ફોર્મ તમારી સામે ખુલશે, જેમાં કુટુંબ, સરનામું અને ઈમરજન્સી કોન્ટેક્ટ જેવી મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે, તેને કાળજીપૂર્વક એન્ટર કરો અને સેવ કરો અને આગળ વધો
- ફોર્મ ભર્યા પછી, પે એન્ડ શેડ્યૂલ અપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો
- એપોઇન્ટમેન્ટ બુક કરો અને ઓનલાઇન અથવા એસબીઆઈ બેંક ચલણ દ્વારા ચુકવણી કરો
- એપોઇંટમેન્ટના દિવસે તમારા ઓરિજીનલ દસ્તાવેજ તમારી સાથે લઈ જાઓ
- દસ્તાવેજ અને પોલીસ ચકાસણી પૂર્ણ થયા પછી 15 થી 20 દિવસની અંદર, તમારો પાસપોર્ટ પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર પહોંચશે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય