ખેડૂતોની આવક ડબલ કરવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ (Pashu Kisan Credit Card Scheme) શરૂ કરવામાં આવી છે. તેના 60 હજારથી વધુ લાભાર્થી છે. અત્યાર સુધી તેના માટે અલગ અલગ બેન્કોમાંથી આશરે 4 લાખ અરજી આવી છે. આ યોજના હરિયાણામાં લાગુ છે. રાજ્યના કૃષિ મંત્રી જેપી દલાલ અનુસાર સરકારે 8 લાખ પશુપાલકોને આ કાર્ડ જારી કરવાનો નિર્ણય લેવામાં આવે છે. પશુ ક્રેડિડ કાર્ડની શરતે મોદી સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીનની જેમ જ છે. તેમાં 1.60 લાખ રૂપિયા સુધીની રકમ લેવા માટે કોઇ ગેરેન્ટી નહી આપવી પડે.

દલાલે કહ્યું કે કૃષિ સાથે સાથે ખેડૂતોની આવક સંબંધિત ક્ષેત્રોમાંથી પણ વધી જેમાં પશુપાલન એક પ્રમુખ ક્ષેત્ર છે. પશુધન-ક્રેડિટ અંતર્ગત પશુપાલકને પશુની સંભાળ માટે લોન સ્વરૂપે મદદ કરવામાં આવી રહી છે જેની મહત્તમ મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે. આ યોજના અંતર્ગત કાર્ડ પશુઓની સંખ્યા અનુસાર જારી કરવામાં આવશે.
બેન્કર્સ કમિટીએ સરકારને આશ્વાસન આપ્યું છે કે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ તમામ પાત્ર અરજદારોને મળશે. દલાલે કહ્યું કે બેન્કર્સના સહયોગ વિના લક્ષ્ય હાંસેલ ન કરી શકાય. આ યોજનાની જાણકારી માટે બેન્કો દ્વારા શિબિરોના આયોજન પણ કરવા જોઇએ. પશુ ચિકિત્સક પશઉ હોસ્પિટલોમાં વિશેષ હોર્ડિંગ લગાવીને યોજનાની જાણકારી આપે. પ્રદેશમાં આશરે 16 લાખ પરિવાર એવા છે જેની પાસે દૂધાળુ પશુ છે અને તેની ટ્રેનિંગ કરવામાં આવી રહી છે.
ગાય,ભેંસ માટે કેટલા પૈસા મળશે?
>> ગાય માટે 40,783 રૂપિયા આપવાની જોગવાઇ છે.
>>ભેંસ માટે 60,249 રૂપિયા મળશે. આ પ્રતિ ભેંસ હશે.
>>ઘેંટા-બકરા માટે 4063 રૂપિયા મળશે.
>> મરઘી (ઇંડા આપતી) 720 રૂપિયા આપવામાં આવશે.

કાર્ડ માટે શું છે યોગ્યતા
>>અરજદાર હરિયાણા રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઇએ.
>>અરજદારનો આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઇડી કાર્ડ.
>>મોબાઇલ નંબર
>>પાસપોર્ટ સાઇઝ ફોટો
આ રીતે કરો અરજી
>>હરિયાણા રાજ્યના જે ઇચ્છુક લાભાર્થી આ યોજના અંતર્ગત પશુ ક્રેડિટ કાર્ડ બનાવવા માગતા હોય તેમણે પોતાની નજીકની બેન્કમાં જઇને અરજી કરવાની છે.
>>અહીં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો લઇને બેન્કમાં જાઓ. ત્યાં એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે.
>>એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ તમારે કેવાયસી કરાવુ પડશે. કેવાયસી માટે ખેડૂતોનુ આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર કાર્ડ, તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડશે.
>>પશુધન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે બેન્ક તરફથી કેવાયસી થવા અને એપ્લીકેશન ફોર્મના વેરિફિકેશનના 1 મહિનાની અંદર તમને પશુ ક્રેડિટ કાર્ડ મળી જશે.
Read Also
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks