GSTV

હેર ફોલની સમસ્યા અને વાળને ઝડપથી વધારશે કલોંજીનું તેલ, માત્ર આ 4 વસ્તુથી ઘર પર જ બનાવો થશે ફાયદો

Last Updated on November 22, 2020 by Ankita Trada

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના વાળ લાંબા અને જાડા વાળ હોય છે. ઘણા લોકો લાંબા વાળ માટે ઘરેલુ ઉપાય પણ અજમાવે છે. જો તમે લાંબા, કાળા અને ઘાટા છે તો તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવવામાં આવે છે. વાળના ગ્રોથ માટે તેલ સૌથી મુખ્ય વસ્તુ છે. વાળની દરેક સમસ્યા માટે તમારા વાળ પર વપરાશ કરવામાં આવતા તેલપર આધાર રાખે છે.

સૌ પ્રથમ પોતાના તેલને બદલો

જેમાં લાઈફસ્ટાઈસ, ઊંઘની ખામી, ભોજનમાં પોષક તત્વની ખામી, કેમિકલ પ્રોડક્ટનો ખૂબ વધુ વપરાશ, પ્રદૂષણ, વધારે પડતો તણાવ, વાળ કમજોર થવા, બે મોઢાવાળા વાળ, હેયરફોલ, ડેંડ્રફ અને વાળ સાથે જોડાયેલી અન્ય પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. એવામાં જો તમે વાળના ગ્રોથ માટે ઉપાય શોધી રહ્યા છો તો તમારે સૌ પ્રથમ પોતાના તેલને બદલવાની જરૂરિયાત છે અને ઘર પર જ કેટલીક કારગર વસ્તુથી એક હેર ઓઈલ બનાવવું જોઈએ.

કલોંજીના તેલની માલિશ કરો

વાળ માટે કલોંજીનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. વાળના ગ્રોથ માટે કલોંજીનું તેલ રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ વાળમાં કલોંજીના તેલની માલિશ કરો છો તો તમને કમાલના ફાયદા મળી શકે છે. જેનાથી ન માત્ર વાળને વધારવામાં મદદ મળે છે, પરંતુ હેયર ફોલથી પણ છુટકારો મળી શકે છે.

કલોંજીનું તેલ બનાવવાની સામગ્રી

  • કલોંજીના બી- 1 મોટી ચમચી
  • નારિયેળનું તેલ- 200 મિલી
  • કસ્ટર ઓઈલ- 50 મિલી
  • મેથી દાણા- 1 મોટી ચમચી

બનાવવાની રીત

  • કલોંજીના બી અને મેથી દાણાને પીસી પાઉડર બનાવી લો.
  • હવે આ પાઉડરને કાંચની બોતલમાં નાખી દો.
  • તેમાં નારિયેળનું તેલ અને કસ્ટર ઓયલને સારી રીતે મિક્સ કરો.
  • હવે બોટલને બંધ કરો અને તેને તડકામાં સૂકવી દો.
  • હવે તેને 2 થી 3 અઠવાડિયા સુધી દરરોજ તડકામાં સૂકવો.
  • દર 2 થી 3 દિવસમાં તેલને હલાવતા રહો અને 2-3 અઠવાડિયા બાદ તેને સારી રીતે ગાળી લો.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!