GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જમ્મુ કાશ્મીરના 10 સાંસદોને મળતી સુવિધા બંધ કરાવવા અરજી

પૂર્વવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરના સાંસદોને સંસદ ભવનમાં પ્રવેશતા રોકવાની માંગ કરતી અરજી મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સવાલ કર્યા છે. અરજીમાં સાંસદોએ રાજ્યનો દરજ્જો નાબુદ થવા છતા ગેરકાયદેસર રીતે પોતાની બેઠક પર કબજો જમાવ્યો હોવાનો આરોપ મુકાયો છે.


આ મામલે સંસદીય મામલાઓના મંત્રાલયે અરજીકર્તા સેવાનિવૃત્ત પ્રોફેસરે કોર્ટમાં જતા પહેલા અધિકારીઓ સમક્ષ આ મુદ્દો રજૂ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના વકીલ અનિલ સોનીએ કોર્ટમાં મંત્રાલયનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અરજીકર્તાના કહેવા પ્રમાણે કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સહિત જમ્મુ કાશ્મીરના 10 સાંસદોએ હજુ પણ પોતાની સીટ પર કબજો જમાવેલો છે અને તેઓ સરકારી ખર્ચ પર તમામ સુવિધાઓના લાભ મેળવી રહ્યા છે.

ન્યાયાધીશ બ્રિજેશ સેઠીએ બંને પક્ષને સાંભળ્યા બાદ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સેવાનિવૃત્ત પ્રોફેસર અબ્દુલ ગની ભટની અરજી પ્રમાણે પૂર્વવર્તી રાજ્યમાંથી લોકસભાના છ અને રાજ્યસભાના ચાર સદસ્યોએ ગેરકાયદેસર રીતે પોતાની બેઠકો પર કબજો રાખ્યો છે. સાથે જ કેન્દ્ર સરકાર દસેય સાંસદોને સંસદમાં પ્રવેશની મંજૂરી ન મળે તે માટે નિર્દેશ બહાર પાડે તેવી માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાંચમી ઓગષ્ટના રોજ કલમ 370 નાબુદી બાદ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

Read Also

Related posts

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો ખેડૂતોને યોજનાનો લાભ મળશે કે નહીં, આ છે નિયમો

Dilip Patel

સમુદ્ર કિનારે કરાવી રહ્યાં હતા લગ્નનું ફોટોશૂટ, એટલામાં આવ્યું મોટુ મોજુ, જાણો પછી શું થયું

Mansi Patel

બિહારમાં નીતિશને પછાડવા ભાજપ 2,000 કરોડ ખર્ચશે, આઈટી સેલના હેડને ચૂકવાશે 100 કરોડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!