GSTV

અમેરિકન વિઝાના અરજકર્તાઓએ હવે આની પણ વિગતો આપવી પડશે,જાણો શું છે

અમેરિકાના વિદેશ વિભાગના નવા નિયમ અનુસાર અમેરિકાના વિઝા માટે અરજી કરનારા તમામ અરજકર્તાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી આપવી પડશે. વિદેશ વિભાગના નિયમ અનુસાર લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામ, છેલ્લા પાંચ વર્ષના પોતાના ઇમેલ એડ્રેસ અને ફોન નંબર આપવાના રહેશે.  ગયા વર્ષે જ્યારે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેનો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે આનાથી દર વર્ષે લગભગ ૧.૪૭ કરોડ લોકોને અસર થશે. કેટલાક રાજદ્વારી અને સત્તાવાર વિઝાને આ નવા નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. નોકરી કે ભણવા માટે અમેરિકા જવા માગતા લોકોને પણ આ માહિતી આપવી પડશે.

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે અમેરિકામાં કાયદેસરના પ્રવાસનું સમર્થન કરીને અમેરિકન નાગરિકોની રક્ષા માટે અમે સતત પોતાની તપાસ પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે કાર્ય કરી રહ્યાં છે. આ અગાઉ ફક્ત એવા જ અરજદારોને આ માહિતી આપવાનું જણાવવામાં આવતું હતું કે જે આતંકવાદીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારમાંથી અમેરિકા આવવા માગતા હતાં.  પરંતુ હવે અરજદારોને સોશિયલ મીડિયા પ્લેટફોેર્મની યાદી પર પોતાનું નામ બતાવવું પડશે અને યાદીમાં જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ નથી તેવા પર બનેલા પોતના એકાઉન્ટની માહિતી જાતે લખીને આપવી પડશે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે ખોટું બોલનાર વ્યક્તિને ગંભીર ઇમિગ્રેશન કાર્યવાહીનો સામનો કરનો પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રે સૌ પ્રથમ માર્ચ, ૨૦૧૮માં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

READ ALSO

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!