રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ માટે અરજદારોએ લાઈનો લગાવી છે. જોકે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ અરવલ્લી જિલ્લાના લોકોની છે. હિમતનગર આર.ટી.ઓ ઓફિસમાં લાયસન્સ માટે હાલમાં અરજદારોના ધાડેધાડા ઉમટી રહ્યા છે. જો કે લાઈનોમાં સાબરકાંઠા જિલ્લાના લોકો અને સાબરકાંઠામાંથી અલગ થયેલા અરવલ્લી જિલ્લાના લોકો ઉભા છે. અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હોવા છત્તા લાંબો સમય સુધી આરટીઓ ટ્રેક નથી. જેને લઈને અરવલ્લી જિલ્લાના અરજદારોને હિંમતનગર સુધી લાંબા થવુ પડે છે.
અરવલ્લી જીલ્લામાં આર.ટી.ઓ ઓફીસ નથી એવું પણ નથી. હિમતનગરની જેમ ત્યાં પણ આર.ટી.ઓ ઓફીસ કાર્યરત છે. લાયસન્સના ટેસ્ટ માટે ટ્રેક પણ બનાવી દીધો છે. પણ છેલ્લા ઘણા સમયથી આ ટ્રેક પર સેન્સર નથી લગાવાયા. સરકારી બાબુઓની આ ફરજ પર્ત્યેની બેદરકારીને કારણે અરવલ્લી જીલ્લાના સરહદી તાલુકા જેવા કે મેઘરજ, માલપુર, બાયડના અરજદારોને હિંમતનગર સુધી ધક્કા ખાવા પડે છે.

વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગની અણઆવડતને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ટ્રેક પર ટેસ્ટ માટે ત્રણ અરજદારો સાબરકાંઠાના અને બે અરજદારો અરવલ્લીના લેવામાં આવે છે. જેથી અરવલ્લીથી અહી આવનારા કેટલાય અરજદારો એક જ દિવસે નંબર નહી આવતા બીજા દિવસે પણ ધંધા રોજગાર બંધ રાખીને આવવું પડે છે.
READ ALSO
- સુવર્ણ તક/ સોનું રૂપિયા 10,000નો ઘટાડો , 1 માર્ચથી મોદી સરકાર આપી રહી છે સસ્તુ ગોલ્ડ ખરીદવાનો મોકો
- મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પતિને ફોન કર્યો, પતિએ કહ્યું તું મરી જા અને એક વીડિયો બનાવીને મોકલ, ‘હસતાં હસતાં’ પરણિતાએ મોતને કર્યું વ્હાલું
- 1 માર્ચથી બદલાઈ રહ્યા છે આ બે બેન્કના IFSC કોડ, જાણી લો બેન્કના નવા નિયમ
- અરે વાહ! Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી બધુ જ FREE, ગિફ્ટમાં મળશે નવો ફોન
- ઓહ નો/ લગ્નમાં 50થી એક વ્યક્તિ પણ વધારે હશે તો 50 હજાર રૂપિયા થશે દંડ, નેતાઓને તો ભરપૂર છૂટ