GSTV
Ahmedabad Trending ગુજરાત

પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનનો ધક્કો નહીં ખાવો પડે, પોલીસ આવશે ઘરે

પાસપોર્ટ

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાંહવે પાસપોર્ટ વેરિફીકેશન માટે પોલીસ અરજદારના ઘરે જશે.જેથી પાસપોર્ટ મેળવવા માટેની ચકાસણી સ્ટેશન ધક્કા ખાવા નહી પડે. પોલીસ દ્વારા પાસપોર્ટ પોકેટકોપની મોબાઇલ એપ્લીકેશન અંતર્ગત વેરિફીકેશનની કામગીરી કરવામાં આવશે.અમદાવાદ પોલીસ કમિશન આશિષ ભાટીયાએ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરોને પાસપોર્ટ  પોકેટકોપ એપ્લીકેશન દ્વારા પાસપોર્ટ વેરિફીકેશનની કામગીરી કરવા માટે સૂચના આપી છે.

પાસપોર્ટ માટેે ઓનલાઇન અરજી કર્યા બાદ જે તે પોલીસ સ્ટેશનના પોસપોર્ટ વિભાગ દ્વારા  અરજદારોને પોસપોર્ટ વેરિફિકેશન રહેઠાણના પુરાવા સહિત જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા કેટલીક વખત સિનિયર સીટીઝન સહિતના લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હતા.બીજીતરફ અરજદારો દ્વારા ભાડા કરાર જેવા રહેઠાણના ખોટા પુરાવા રજુ કરવામાં આવતા હતા પોલીસ પણ પૈસા લઇને આવા પુરાવાની કોઇ ખરાઇ કરતી ન હતી પરંતુ વિદેશ જતી વખતે એરપોર્ટ પર વેરિફીકેશન દરમિયાન આ ખામીઓ બહાર આવતાં અરજદાર મુશ્કેલીમાં મુકાઇ જતા હતા.

જો કે હવેથી પોલીસ પોસપોર્ટના વેરિફીકેશન માટે  અરજદારના ઘરે જઇ ત્યારે અરજી વખતે દર્શાવેલા રહેઠાણે રહે છે કે તેમ તે બહાર આવશે. પોસપોર્ટ પોકેટપ એપ્લીકેશન માટે દરેક પોલીસ સ્ટેશનમાં જરૂરીયાત મુજબના મોબાઇલ આપવામાં આવ્યા છે. આ પોકેટકોપ એપ્લીકેશન દ્વારા અરજદારને મેસેજ પહોચી જશે તેમજ જે તે પોલીસ  સ્ટેશનમાં પાસપોર્ટની કામગીરી કરતી પોલીસ દ્વારા પણ ફોન કરીને જાણ કર્યા બાદ અરજદારના ઘરે જઇને પાસપોર્ટ વેરિફીકેશન કરવામાં આવશે જેનાથી પાસપોર્ટની કામગીરી પણ ઝડપી થશે.

READ ALSO

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ

Nakulsinh Gohil
GSTV