GSTV

પ્રાઈવસી / એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 15 એટલે પ્રાઈવસીનો અભેદ્ય કિલ્લો

Last Updated on June 12, 2021 by Zainul Ansari

એપલે આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન આઇઓએસ ૧૫ની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. આઇઓએસનું નવું વર્ઝન ડેવલપર્સ માટે (બીટા) લોન્ચ થઈ ગયું છે. તમામ લોકો માટે થોડા સમય પછી તે લોન્ચ થશે. તેમાં સૌથી વધારે ભાર પ્રાઈવસી પર મુકાયો છે. આપણને ટ્રેક કરતાં પહેલાં દરેક એપે આપણી સ્પષ્ટ મંજૂરી માગવી પડે એવા ફીચરને કારણે એ વર્ઝન ખાસ્સું લોકપ્રિય બન્યું અને ફેસબુક જેવી કંપની એ સામે બહુ ગિન્નાઈ પણ ખરી. હવે ગૂગલ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે એવા સમાચાર છે.

apple

આઇઓએસના નવા વર્ઝનમાં આ ફીચર આગળ વધારવામાં આવ્યું છે. હવે આપણએ એક રિપોર્ટ સ્વરૂપે જાણી શકીશું કે કઈ એપ આપણું લોકેશન, માઇક્રોફોન, કોન્ટેક્ટ્સ, ફોટોઝ વગેરે એક્સેસ કરી રહી છે અને કેટલી વાર એક્સેસ કરી રહી છે!

આઇઓએસના નવા વર્ઝનમાં બીજાં પણ સંખ્યાબંધ ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે. ખાસ તો વીડિયો કોલિંગના વધી રહેલા વ્યાપને ધ્યાનમાં રાખીને ફેસટાઇમ સર્વિસમાં ઝૂમ વીડિયો કોલિંગ એપ જેવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે. આ કારણે હવે કોઈ વ્યક્તિ ફેસટાઇમ પર વીડિયો કોલ હોસ્ટ કરશે તો સામેની વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ડિવાઇસમાં પણ બ્રાઉઝરમાં આ વીડિયો કોલમાં જોડાઈ શકશે. એ ઉપરાંત ફેસટાઇમ કોલની મદદથી આપણે મિત્રોની સાથે વીડિયો અને મ્યુઝિકની મજા માણી શકીશું. એ જ રીતે આઇઓએસના નવા વર્ઝનમાં ગૂગલ લેન્સ જેવું જ ‘લાઇવ ટેકસ્ટ’ નામનું ફીચર્સ ઉમેરાઈ રહ્યું છે. આઇઓએસના નવા વર્ઝનમાં આઇમેસેજ એપમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને આપણા પર આવતા મેસેજિસને ગ્રૂપ કરીને ઓર્ગેનાઇઝ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે કોઈ મિત્ર આપણને એપલ ન્યૂઝ સ્ટોરીની લિંક આઇમેસેજ દ્વારા મોકલે તો તેની લિંક આપણી એપલ ન્યૂઝ એપમાં ‘શેર્ડ વિથ યૂ’ નામના ટેબમાં ઉમેરાઈ જશે.

નવા વર્ઝનમાં નોટિફિકેશન્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. ફોનમાંની સંખ્યાબંધ એપ આપણને પાર વગરની નોટિફિકેશન્સ મોકલતી હોય છે. હવે આપણે નક્કી કરીશું કે તેમાંથી ક્યા નોટિફિકેશન્સ આપણે માટે વધુ અગત્યના છે. આમ મહત્ત્વના અને ખાસ મહત્ત્વના નહીં એવા બે પ્રકારમાં નોટિફિકેશન્સ વહેંચાઈ જશે અને આપણે ઇચ્છીએ તે સમયે સમરી રૂપે આપણને બતાવવામાં આવશે.

Read Also

Related posts

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta

ઈલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ના કરોઃ આ રીતે મિનિટોમાં થઈ જશે તમારું કામ, બસ આ એક જ કરવાની છે સરળ પ્રોસેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!