GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

ભારતમાંથી એપલની iPhoneની નિકાસ 5 મહિનામાં 1 અબજ ડોલરને પાર

ભારતમાંથી એપલ iPhoneની નિકાસ છેલ્લા પાંચ મહિનામાં 1 અબજ ડોલરને વટાવી ગઈ છે. ભારતમાં બનેલા iPhoneના આઉટબાઉન્ડ શિપમેન્ટ મુખ્યત્વે યુરોપ અને મધ્ય પૂર્વમાં માર્ચ 12 મહિનામાં 2.5 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે.

અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે ઘર્ષણમાં હોવાથી iPhone પોતાની પ્રોડક્ટના નિર્માણ માટે વિકલ્પો શોધી રહ્યું છે. એપલના મેન્યુફેક્ચરિંગ સ્કેલ અને નિકાસમાં જોરદાર વૃદ્ધિ ભારત ધીમે ધીમે કંપનીની ચાઇના પ્લસ વન વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ સ્થાન મેળવી રહ્યું હોવાનું દર્શાવે છે.

આઇફોન

અહીં ઉલ્લેખનીય છે કે, એપલની તાઇવાનની કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોન ટેકનોલોજી ગ્રૂપ, વિસ્ટ્રોન કોર્પ અને પેગાટ્રોન કોર્પ હાલમાં દક્ષિણ ભારતના પ્લાન્ટમાં iPhone બનાવે છે. ત્રણેયને કેન્દ્ર સરકારની યોજના હેઠળ મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહનો મળ્યા છે.

જોકે, iPhone બનાવવામાં ભારત હજુ પણ ચીનથી ઘણું પાછળ છે. બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના અંદાજ મુજબ, ગયા વર્ષે ભારતમાં લગભગ 30 મિલિયન આઇફોન બનાવવામાં આવ્યા હતા, જ્યારે ચીનમાં 230 મિલિયન આઇફોન બનાવવામાં આવ્યા હતા.

iPhone

આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતમાંથી નિકાસ કરવામાં આવેલા ડીવાઈસમાં આઇફોન 11, 12 અને 13 મોડેલોનો સમાવેશ થાય છે. જ્યારે નવા આઇફોન 14ની નિકાસ ટૂંક સમયમાં શરૂ થશે.

READ ALSO:

Related posts

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL

શેર બજારમાં ફૂલ ગુબાબી તેજી / સેન્સેક્સ આજે ફરી ઐતિહાસિક ટોચે, આ શેરોમાં જોવા મળી તેજી

Hardik Hingu

ઓછો અને અપૂરતો ખોરાક નહિ ચાલે/ શરીરને આરોગ્યપ્રદ અને તંદુરસ્ત રાખવા પૂરતો આહાર જરૂરી, ઓવર કે અન્ડર ઈટિંગ આપે છે તકલીફોને આમંત્રણ

Akib Chhipa
GSTV