GSTV
Home » News » 30 ઓક્ટોબરે લૉન્ચ થશે એપલનું iPad અને MacBook, સામે આવ્યું ટીઝર

30 ઓક્ટોબરે લૉન્ચ થશે એપલનું iPad અને MacBook, સામે આવ્યું ટીઝર

જો તમે એપલ iPadsના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ખુશખબરથી ઓછી નથી, કારણકે અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ 30 ઓક્ટોબરે iPad અને Macs on લોન્ચ કરવાની તૈયારી કરી રહીં છે. કંપની તેને ન્યૂયોર્ક શહેરના બ્રુકલિન એકેડમી ઑફ મ્યૂઝિકમાં લોન્ચ કરશે. હંમેશાની જેમ કંપનીએ આ વખતે પણ ફક્ત ઈનવિટેશનની સાથે એક ટીઝર અને એક ફોટો જાહેર કર્યો છે.

અહીં જણાવવાનું કે તાજેતરમાં કંપનીએ નવો iPhone અને એપલ વૉચને લોન્ચ કરી હતી. iPhoneના લોન્ચિંગ પહેલા આશા રાખવામાં આવતી હતી કે એપલ આ ઈવેન્ટમાં 2018 iPad અને ન્યૂ મેકબુક એયરને પણ લોન્ચ કરશે, પરંતુ આવુ થયુ નહીં. એવામાં કંપની ફરી એક વખત પોતાના ગ્રાહકો માટે iPads અને Macs on લઈને આવી છે. જોકે, નવા iPads અને Macs onમાં કયા ફીચર્સ હશે આ અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ એવી આશા રખાઈ રહી છે કે કંપની તેને આઈપેડ પ્રો 2018 જેવી 2 સાઈઝમાં લોન્ચ કરી શકે છે.

તો હાલમાં જ આ ટેબલેટની થોડી માહિતી લીક થઈ છે. જેમાં બતાવવામાં આવ્યું હતું કે આ નાના બેજલ્સ અને તેના ખૂણા સર્પાકાર હશે. આ સિવાય નવા iPadsમાં ફેસ આઈડી અને કોઈ હોમ બટન હશે નહીં. આ સિવાય આ ઘણુ પાતળું હશે. એપલે અવિશ્વસનીય રૂપથી જૂના મેકબુક સિવાય નવા મેકબુકમાં કેટલાંક ફેરફાર કર્યા છે. એવી આશા સેવાઈ રહી છે કે કંપની નવા iPadsને લેટેસ્ટ ફીચર્સની સાથે લોન્ચ કરી શકે છે.

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!