સસ્તો iPhone, સાંભળવામાં તમને થોડુ વિચિત્ર લાગે તો નવાઇ નહી પરંતુ હકીકતમાં દુનિયાના સૌથી મોંઘા ફોન બનાવતી કંપની Apple હવે ખૂબ જ સસ્તા iPhone લૉન્ચ કરવા જઇ રહી છે. આ નવા iPhoneનું પ્રોડક્શન ફેબ્રુઆરીથી થશે તેમ જાણવા મળી રહ્યું છે. નવા ફોનની કિંમત ભારતમાં વેચાઇ રહેલા અનેક ચીની મોબાઇલ હેંડસેટ કરતાં પણ ઓછી હશે.

નવા iPhoneનું નામ અને ફિચર્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપ્પલ પોતાના સસ્તા iPhoneનાં પ્રોડક્શનની તમામ તૈયારીઓ કરી ચુકી છે. નવા iPhoneમાં 4.7 ઇંચની એલઇડી ડિસ્પ્લે હશે. તેની સાથે જ ટચ આઇડી હોમ બટન પણ બશે. સૂત્રોનું કહેવું છે કે આ નવા હેંડસેટમાં એ13 ચિપ અને 3જીબી રેમ પણ હશે. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ નવા હેંડસેટને iPhone 9નું નામ આપવામાં આવી શકે છે. તેની પાછળનું મોટુ કારણ એ છે કે iPhone 8 સીરીઝ બાદ iPhone 10 અને iPhone 11 લૉન્ચ થયાં. ફક્ત iPhone 9 જ લૉન્ચ કરવામાં નથી આવ્યો.

નવા iPhoneની કિંમત
એપ્પલના હેંડસેટ હંમેશાથી ઘણાં મોંઘા રહ્યાં છે. તેવામાં દરેક મોબાઇલ યુઝર એપ્પલ iPhone ખરીદવા માટે પોતાને અક્ષમ સમજતા આવ્યાં છે. કદાચ આ જ કારણ છે કે કંપનીએ આ વખતે સસ્તો iPhone લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. જાણકારોનું કહેવું છે કે નવા iPhoneની કિંમત વર્તમાન ફોન કરતાં ત્રણ ગણી સસ્તી હોઇ શકે છે. ભારતમાં એપ્પલના આ નવા ફોનની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવી શકે છે.

આ કારણે કંપની બનાવશે સસ્તા iPhone
આ અંગે નિષ્ણાતોનું કહેવુ છે કે કંપનીને સૌથી વધુ નુકાસન ભારત જેવા વિકાસશીલ દેશોમાં થઇ રહ્યો છે. મોંઘા ફોન હોવાના કારણે દુનિયાભરમાં iPhoneના ઓછા હેંડસેટ વેચાય છે. તેવામાં ચીની મોબાઇલ નિર્માતા કંપનીઓ સસ્તા ફોન વેચીને ખૂબ જ નફો રળે છે. કંપનીનું માનવું છે કે થોડી ઓછી કિંમતોમાં ફોન વેચીને પણ માર્કેટમાં મજબૂત પકડ જમાવી શકાય છે.
Read Also
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ
- મુખ્ય મંત્રી યેદિયુરપ્પા ભ્રષ્ટ : આ મંત્રીની સેક્સ ટેપથી ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયું, આપવુ પડ્યુ રાજીનામું
- રાજ્યની વેટ-જીએસટીની આવકમાં પડશે હજારો કરોડનું ગાબડું, કોરોનાના કારણે થશે સરકારી તિજોરીને નુકસાન
- ઘર ખરીદવા માંગતા લોકો માટે ખુશીના સમાચાર, આ બેંકે કર્યો હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો
- બેદરકારી/ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં આ વસ્તુ ભૂલી ગઇ મહિલા ડોક્ટર, સારવારના ખર્ચમાં આખુ ખેતર વેચાઇ ગયું