એક ઘડિયાળે આ રીતે બચાવ્યું વ્યક્તિનું જીવન, તમે પણ વખાણ કરશો

એક ઘડિયાળે આ રીતે બચાવ્યું વ્યક્તિનું જીવન, તમે પણ વખાણ કરશો21મી સદીમાં ટેકનોલૉજીની દુનિયા ફાસ્ટ અને એડવાન્સ થઇ ગઇ છે. દરેક ક્ષેત્રમાં ટેક્નોલૉજીએ પોતાની ઉંડી જગ્યા ઉભી કરી દીધી છે અને તેનાથી લોકોનું જીવન ઘણુ સરળ અને સુવિધાજનક બન્યુ છે. રોબોટિક ટેક્નોલૉજી વિશે તમે સાંભળ્યુ જ હશે અને આજે દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે, હોટલોમાં મનુષ્યની જગ્યાએ હવે રોબોટ ખાવાનુ પીરસતો નજરે પડી રહ્યો છે. આવો જ એક મામલો છે, એક ઘડિયાળે એક વ્યક્તિનુ જીવન બચાવ્યું છે. સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ આ જ વાસ્તવિકતા છે.

ખરેખર એક 46 વર્ષીય વ્યક્તિનુ જીવન એક એપલની ઘડિયાળે બચાવ્યુ છે, જેને ટેકનોલોજીનો ફાયદો કહી શકાય છે. ઘડિયાળે આ વ્યક્તિને એલર્ટ કર્યો કે તેનું અનિયમિત હાર્ટબીટ (હૃદયના ધબકારા) તેના સ્વાસ્થ્ય માટે મોટું સંકટ બની રહ્યાં છે. તેને મેડિકલ ઈમરજન્સીની જરૂર છે. ઘડિયાળ દ્વારા મળેલા આ એલર્ટથી આ વ્યક્તિ સાવધાન થઇ ગયો અને તાત્કાલિક મેડિકલ સારવાર કરાવીને તેણે પોતાનો જીવ બચાવ્યો.

આ વ્યક્તિનું નામ એડ ડેન્ટેલ છે અને તેઓ અમેરિકાના રિચમંડ શહેરનો રહેવાસી છે. તેણે થોડા સમય પહેલા જ એપલ ઘડિયાળ ખરીદી હતી અને ઘર પર બેસીને તેમાં સૉફ્ટવેર અપડેટ કરવા અંગે વિચાર્યુ હતું ત્યારે તેમના મગજમાં ઇલેક્ટ્રોકૉર્ડિયોગ્રામ એપ ડાઉનલોડ કરવાનો વિચાર આવ્યો. જ્યારે આ એપ ડાઉનલોડ કરી તો તે જ સમયે એક એલર્ટ આવ્યું, જે અનિયમિત હાર્ટબીટની તરફ ઈશારો કરી રહ્યું હતું, આ ખૂબ જ ખતરનાક હતું.

સામાન્ય હાર્ટબીટ જ્યાં 60-100 બીટ્સ પ્રતિ મિનિટની વચ્ચે હોય છે, તો તેના હાર્ટબીટ 120-140 બીટ્સ પ્રતિ મિનિટ હતાં. આ તેમના સ્વાસ્થ્ય માટે સંકટ સમાન હતાં. જ્યારે સતત એપલની ઘડિયાળમાંથી આ પ્રકારના એલર્ટ આવવા માંડ્યા તો તેઓ તબીબ પાસે ગયા. તબીબ પાસે ગયા બાદ તેમને જાણવા મળ્યું કે તેમના જીવનને ખતરો છે અને ઘડિયાળે તેમના જીવનને હકીકતમાં બચાવ્યું છે. જો તેઓ સમયસર સારવાર કરાવવા આવ્યા ના હોત તો હાર્ટએટેક પણ આવ્યો હોત.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter