GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

Netflix જેવી Apple TV+ની વીડિયો સર્વિસ, 99 રૂપિયામાં જબરદસ્ત ઑફર

એપ્પલે પ્રિમિયમ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ Apple TV+ લૉન્ચ કરી દીધી છે. કંપનીએ એક્સક્લૂઝિવ ગેમિંગ સબ્સ્ક્રીપ્શન સર્વિસ Apple Arcade પણ શરૂ કરી છે જે Apple iPhone 11 સાથે મળશે. માર્ચમાં કંપનીએ આ સર્વિસીઝની ડિટેલ્સ આપી હતી અને હવે તેને ફોર્મલી લૉન્ચ કરવામાં આવી છે.

Apple TV+ની મજા ફક્ત 99 રૂપિયા પ્રતિમાસ લઇ શકાશે. કસ્ટમર્સને 7 દિવસની ફ્રી ટ્રાયલ પણ મળશે. Apple Arcadeનું સબ્સ્ક્રીપ્શન 4.99 ડોલર એટલે કે 358 રૂપિયા પ્રતિ મહિનામાં મળશે. Apple Arcade 19 સપ્ટેમ્બરે 150થી વધુ દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. Apple TV+ સર્વિસ 1 નવેમ્બરથી મળવાની શરૂ થશે.

Apple TV+ થશે એડ ફ્રી

Apple TV+ સબ્સ્ક્રીપ્શનનો મુકાબલો Netflix, Amazon Prime  અને Hulu જેવી જાણીતી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસીઝ સાથે થશે. આ એપ એડ ફ્રી હશે અને Apple TVનો હિસ્સો હશે એટલે કે તેને બાકી સ્માર્ટ ટીવી પ્લેટફોર્મ્સ પર પણ એક્સેસ કરી શકાશે.

Apple Arcade યુઝર્સને તે ગેમ્સની મજા માણવાની તક આપશે જે એપ્પલે ખાસ સિલેક્ટ કરી છે. આ ગેમ્સ એક્સક્લૂઝીવ હશે અને ઑફલાઇન પણ રમી શકાશે. કંપનીનો દાવો છે કે તેના પ્લેટફોર્મ પર 100થી વધુ ગેમ્સ ઉપલબ્ધ હશે.

Read Also

Related posts

સપના ઉંચા જ જોવાના! પ્રાઈવેટ જેટથી લઈને પર્સનલ ટાપુ… આ હતા રિયા ચક્રવર્તીના ‘મુંગેરીલાલના હસીન સપના’

Arohi

અભ્યાસ માટે લેવી છે એજ્યુકેશન લોન, અહીં જાણો પ્રોસેસિંગ ફીથી લઇને વ્યાજ સુધીની તમામ વિગતો એક ક્લિકે

Bansari

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!